Women Reservation Bill : જો મહિલા આરક્ષણ લાગુ થાય તો કયા રાજ્યમાં કેટલી લોકસભા બેઠક મહિલાઓ માટે અનામત રહશે ?
લોકસભાની 545 બેઠકોમાંથી લગભગ 180 બેઠકો પર મહિલાઓનું પ્રતિનિધિત્વ થશે, એટલે કે 33 ટકા. આ સંદર્ભમાં, આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25માંથી 8 બેઠકો પર મહિલાઓનો કબજો હશે. આસામમાં 14માંથી 5 સીટો, બિહારમાં 40માંથી 14 સીટો, છત્તીસગઢમાં 11માંથી 4 સીટો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, 33 ટકાના હિસાબે 9 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે

મહિલા અનામતને મંજૂરી મળી ગઈ છે. આ બીલને લઈને લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે આ બિલ મંજૂર થતા સરકારને લોકો તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ત્યારે હવે પ્રશ્ન એ છે આ બિલને મંજૂરી તો મળી ગઈ તો હવે કેટલી બેઠકો કયા રાજ્યમાં મહિલાઓને મળશે. જો કે તમને જણાવી દઈએ તો લોકસભાની 545 બેઠકોમાંથી લગભગ 180 બેઠકો પર મહિલાઓનું પ્રતિનિધિત્વ રહેશે, એટલે કે 33 ટકા મહિલાઓ માટે સીટો અનામત રહશે. ત્યારે આકડાં મુજબ વાત કરીએ તો આંધ્રપ્રદેશની 25માંથી 8 બેઠકો પર મહિલાઓનો કબજો હશે એવી જ રીતે આસામમાં 14માંથી 5 સીટો મહિલાઓ માટે હશે.
ગુજરાતમાં મહિલાઓ માટે કેટલી અનામત ?
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, 33 ટકાના હિસાબે 9 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, હરિયાણામાં 10માંથી 4 બેઠકો અને હિમાચલમાં 4 બેઠકોમાંથી લગભગ 1 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. જો કે આ સાથે જમ્મુ કાશ્મીરમાં લોકસભાની 5 માંથી 2 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, જ્યારે ઝારખંડમાં 16 માંથી 5 બેઠકો મહિલાઓ માટે હશે અને કર્ણાટક અને કેરળમાં 9 અને 7 બેઠકો મહિલાઓ માટે આરક્ષિત થઈ શકે છે. .
મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં
લોકસભામાં મહિલા અનામત મુજબ, મધ્યપ્રદેશમાં 29માંથી 10 બેઠકો મહિલાઓ માટે આરક્ષિત થઈ શકે છે, જ્યારે મહારાષ્ટ્રમાં આ આંકડો 48 બેઠકો સામે 16 સુધી પહોંચી શકે છે, દિલ્હીમાં 7માંથી 2 બેઠકો અને ઓડિશામાં 21 બેઠકો છે જેમાં મહિલાઓના ફાળે 7 બેઠક જશે
આ આંકડો પંજાબ-રાજસ્થાનમાં
વાત પંજાબમાં લોકસભાની કરીએ તો 13 બેઠકો ત્યાં પણ આવેલી છે જેમાંથી 4 બેઠકો અનામત મહિલાઓ માટે રહેશે. જ્યારે રાજસ્થાનમાં 8 બેઠકો અને તમિલનાડુમાં 39 લોકસભા બેઠકો છે.
આ રાજ્યોની બેઠકો પર સંસદ નિર્ણય લેશે
દેશમાં એવા પણ ઘણા રાજ્યો છે જ્યાં ફક્ત બે અથવા 1 લોકસભા બેઠકો આવેલી છે જેમાંથી અરુણાચલ પ્રદેશમાં 2, ગોવામાં , મણિપુર અને મેઘાલય, મિઝોરમની પણ 2 બેઠકોનો સમાવેશ થાય છે. – નાગાલેન્ડ-પુડુચેરી, સિક્કિમ અને ત્રિપુરામાં 2-1 લોકસભા બેઠકો છે.
અત્યારે શું સ્થિતિ છે
વાત કરીએ તો લોકસભાની કુલ 545 બેઠકો છે, જેમાંથી માત્ર 78 બેઠકો પર અત્યાર સુધી મહિલા સાંસદ છે, જ્યારે તે જ આંકડાની દૃષ્ટિએ જોવા જઈએ તો 100 માંથી 15 ટકાથી પણ ઓછી મહિલા સાંસદો સંસદમાં છે. ત્યારે આના ભાગ રુપે હવે મહિલાઓને 30 ટકા અનામત આપવા આ બિલને લાગુ કરવામાં આવ્યું છે.