ICMRના ચીફ કોરોના પોઝિટિવ, સારવાર માટે AIIMSમાં દાખલ કરાયા
સૂત્રોના જણાવ્યા અનુસાર ICMRના વડા બલરામ ભાર્ગવને કોરોનાના હળવા લક્ષણો છે. તેમને એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ICMRના વડા બલરામ ભાર્ગવને કોરોનાના હળવા લક્ષણો છે. તેમને એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવાનો કોવિડ -19 માટે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાના હળવા લક્ષણો છે અને કોવિડ -19ની ખાસ સુવિધા વાળા એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના વરિષ્ઠ તબીબે કહ્યું કે “તે ટ્રોમા સેન્ટરમાં સારવાર લઈ રહ્યાં છે અને હાલ તેમની તબિયત સારી છે. અમે તેમનું ખૂબ બારીકાઈથી પરીક્ષણ કરીને ધ્યાન રાખી રહ્યાં છીએ.
આ પણ વાંચો: કોરોનાના ઈલાજમાં વગર મંજૂરીએ વપરાય છે પેટના કિડા મારવાની દવા, 20 રૂપિયાની ગોળી વેચાય છે 40 રૂપિયામાં