Corona Vaccine: શું હવે લેવો પડશે રસીનો બુસ્ટર ડોઝ, જાણો આ વિશે ડો. રણદીપ ગુલેરીયાએ શું કહ્યું

|

Jul 25, 2021 | 7:42 PM

એઈમ્સ ડીરેક્ટર ડો. ગુલેરીયાએ જણાવ્યું હતુ કે, બુસ્ટર વેકસીન શોટ્સનું પહેલાંથી જ ચાલી રહ્યું છે. એકવાર આખી વસ્તીને રસી અપાય જાય ત્યારબાદ દરેકને બૂસ્ટર ડોઝ આપી દેવાશે. આ ડોઝ બધાં વેરીયન્ટ સામે લડવા માટે વ્યક્તિને તૈયાર કરશે.

Corona Vaccine: શું હવે લેવો પડશે રસીનો બુસ્ટર ડોઝ, જાણો આ વિશે ડો. રણદીપ ગુલેરીયાએ શું કહ્યું
AIIMS Director Dr Randeep Guleria

Follow us on

દેશમાં કોરોના સંભવિત ત્રીજી લહેરને લઈને બધી રીતે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોરોના વાયરસના વધુ વેરીયન્ટ સંભાવના સાથે ભારતે કોવિડ રસીઓની સાથે બૂસ્ટર ડોઝ આપવાની જરૂરીયાત ઉભી થઈ શકે છે.

ગુલેરિયાએ કહ્યું કે બૂસ્ટર ડોઝ જરૂરી છે કારણ કે સમય જતા, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. લોકોને બૂસ્ટર ડોઝની જરૂર પડશે, જે  નવાં આવતા  કોરોના વેરીયન્ટ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થશે.

વધુમાં ડો. ગુલેરીયાએ જણાવ્યું હતુ કે, બુસ્ટર વેકસીન શોટ્સનું પહેલાંથી જ ચાલી રહ્યું છે. એકવાર આખી વસ્તીને રસી અપાય જાય ત્યારબાદ દરેકને બૂસ્ટર ડોઝ આપી દેવાશે. આ ડોઝ બધાં વેરીયન્ટ સામે લડવા માટે વ્યક્તિને તૈયાર કરશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ડો. ગુલેરીયાએ એમ પણ ઉમેર્યું હતુ કે બીજી પેઢીને આપવામાં આવેલી રસી રોગપ્રતિકારક શક્તિની દ્રષ્ટીએ વધુ સારી રહેશે.જે તેમને નવાં વેરીયન્ટ સામે લડવામાં મદદરૂપ થશે.

સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે બાળકો માટે વેક્સીન

ડો ગુલેરિયાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં બાળકોની રસીકરણ શરૂ થવાની સંભાવના છે.  કોરોનાની સંક્રમણ ચેનને તોડવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું હશે.

બાળકો માટે ભારત બાયોટેકની કોવાક્સિનની ટ્રાયલ ચાલી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં તેનું પરિણામ જાહેર થવાની સંભાવના છે, એમ તેમણે કહ્યું હતું. ફાઈઝર રસીને પહેલાં જ એફડીએ(FDA) ની મંજૂરી મળી ચૂકી છે. અપેક્ષા છે કે સપ્ટેમ્બર સુધીમાં બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા રસી  મોડર્ના અને ફાઈઝરના ઉત્પાદકો સાથે રસી અંતર્ગત વાતચીત પણ કરી હતી. તેમ છતાં રસી મળી નથી રહી. આ અંગે એઈમ્સ ડીરેક્ટર ડો. ગુલેરીયોએ કહ્યું કે, “વિલંબના અનેક કારણો હોઈ શકે છે, મને લાગે છે કે બે કે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

એક ડોઝ પર સરકાર સાથે સહકાર અને સમજણ અને આપણને આપવા માટે કંપની પાસે પુરતા ડોઝ ઉપલબ્ધ હોવા જોઈએ. કારણકે આપણે સૌ જાણીએ છીએ કે, રસીનું ઉત્પાદન કરતી કંપનીઓ પાસે ઘણાં દેશોના પ્રી-બુક ઓર્ડર પણ છે.

આ પણ વાંચો :  SURAT : કોરોનાકાળમાં સામાજિક સંસ્થાઓએ ભૂખ્યાને ભોજન કરાવી જશ ખાટ્યો અને કોર્પોરેશન પાસે જમાડવાના કરોડોના બીલ પાસ કરાવ્યાં

 

Published On - 7:23 pm, Sun, 25 July 21

Next Article