ગૃહમંત્રી અમિત શાહે તમામ DGP, IGP, અર્ધલશ્કરી દળોના DG સાથે બેઠક યોજી, સુરક્ષા સંબંધી બાબતો પર 6 કલાક વિચાર-વિમર્શ કર્યો

ગૃહમંત્રી અમિત શાહે તમામ DGP, IGP, અર્ધલશ્કરી દળોના DG સાથે બેઠક યોજી, સુરક્ષા સંબંધી બાબતો પર 6 કલાક વિચાર-વિમર્શ કર્યો
amit-shah-s-statement-at-the-indian-state-language-convention

ગૃહમંત્રી અમિત શાહની કાશ્મીર મુલાકાત પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ નક્કી છે, પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે ગૃહ મંત્રાલયે CRPFના DG કુલદીપ સિંહને જમ્મુ -કાશ્મીર મોકલ્યા છે. કુલદીપ સિંહ NIAના DG પણ છે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Oct 18, 2021 | 11:35 PM

DELHI : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે તમામ DGP, IGP, અર્ધલશ્કરી દળોના મહાનિર્દેશકો (DG) સાથે લગભગ 6 કલાક સુધી બેઠક યોજી હતી. આ પ્રકારની આ પ્રથમ બેઠક હતી, જે કોઈ પણ ગૃહમંત્રી દ્વારા લેવામાં આવી હતી. સામાન્ય રીતે વડાપ્રધાન વર્ષમાં એકવાર આવી બેઠક લેતા આવ્યા છે. હવેથી, વર્ષમાં આવી બે બેઠકો યોજાશે, જેમાં એક બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી અને બીજી ગૃહમંત્રી પોતે કરશે.

આ બેઠકમાં સુરક્ષા સંબંધિત તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વર્તમાન સમયમાં આધુનિક પોલીસિંગની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગુપ્તચર વિભાગ સાથે વધુ સારા સંકલન દ્વારા પોલીસને કેવી રીતે વધુ કાર્યક્ષમ બનાવી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓના વધતા આતંક વચ્ચે આ બેઠક થઈ છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા પણ બેઠકમાં હાજર હતા ગૃહમંત્રી અમિત શાહ ખુદ એક્શનમાં જોવા મળી રહ્યા છે. આ બેઠકમાં DGP, IG, સુરક્ષા એજન્સીઓના વડાઓ ઉપરાંત કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા પણ આ બેઠકમાં હાજર હતા. આ સાથે કેટલાક સંવેદનશીલ જિલ્લાઓના SSP અને કાશ્મીરના DG પણ હાજર હતા.

ગૃહમંત્રી અમિત શાહની કાશ્મીર મુલાકાત પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ નક્કી છે, પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે ગૃહ મંત્રાલયે CRPFના DG કુલદીપ સિંહને જમ્મુ -કાશ્મીર મોકલ્યા છે. કુલદીપ સિંહ NIAના DG પણ છે. IB, NIA, આર્મી, CRPFના વરિષ્ઠ અધિકારીઓ અત્યારે જમ્મુ -કાશ્મીરમાં કેમ્પ કરી રહ્યા છે. સાથે દરેક ઇન્ટેલિજન્સ ઇનપુટનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે.

આર્મી ચીફ નરવણે LOC નજીકના ફોરવર્ડ લોકેશનની મુલાકાત લેશે સોમવારે સેના પ્રમુખ એમએમ નરવણે પણ બે દિવસની મુલાકાતે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્મી ચીફ નરવણે LOC નજીકના ફોરવર્ડ લોકેશન પર જશે. ત્યાં ચાલી રહેલા ઓપરેશન વિશે મોટા અધિકારીઓ સાથે વાત કરશે અને સૈનિકોને પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત સમગ્ર જમ્મુ ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિનો પણ અભ્યાસ કરશે. જમ્મુ -કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાનું મોટું નિવેદન બહાર આવ્યું છે. મનોજ સિંહાએ કહ્યું છે કે અમે જમ્મુ -કાશ્મીરમાંથી આતંકને મૂળમાંથી કચડી નાખીશું.

આ પણ વાંચો : પાક નુકસાની સામે સર્વગ્રાહી પેકેજ જાહેર કરવાની માગ, જાણો કૃષિ પ્રધાન રાઘવજી પટેલે શું કહ્યું

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે ખાતર પર ભાવવધારો પરત ખેંચી સબસીડી વધારી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati