પાક નુકસાની સામે સર્વગ્રાહી પેકેજ જાહેર કરવાની માગ, જાણો કૃષિ પ્રધાન રાઘવજી પટેલે શું કહ્યું

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, જામનગર અને ગીરસોમનાથમાં અતિવૃષ્ટિ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે.

GANDHINAGAR : રાજ્યમાં અતિવૃષ્ટી, તાઉતે અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિના કારણે થયેલા પાક નુકસાની સામે પેકેજ જાહેર કરવાની માગ કરવામાં આવી છે.કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી સર્વગ્રાહી પેકેજ જાહેર કરવા માટે રજૂઆત કરી છે. સળંગ 28 દિવસ વરસાદ ન પડ્યો હોય એવા તાલુકાને પણ રાહત પેકેજમાં સમાવવા માંગણી કરી છે.ખેડૂત આગેવાનો, ધારાસભ્યોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે કરી કેટલી સહાય કરવી તે માટે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ હોવાનું રાજ્યના કૃષિ પ્રધાને જણાવ્યું.

આ અંગ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે તાજેતરમાં અતિભારે વરસાદ અને પુરને કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને ઉભા પાકનું નુકસાન થયું છે. ખેતીની જમીનોનું ધોવાણ થયું છે. આ બાબતે રાજ્ય સરકારે જ્યાં જ્યાં વધુ વરસાદ પડ્યો છે તે અંગે ખેડૂત આગેવાનો, ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો હતી એ તમામ વિસ્તારોનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે આ સર્વેના એહવાલ પણ સરકાર પાસે આવી ગયા છે. આ મુદ્દે કઈ રીતે અને કેટલી સહાય કરવી એ નિર્ણય મુખ્યપ્રધાનની વિચારણા હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, જામનગર અને ગીરસોમનાથમાં અતિવૃષ્ટિ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. આ નુકસાન સામે ખેડૂતો રાહત પેકેજની માંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે ખાતર પર ભાવવધારો પરત ખેંચી સબસીડી વધારી

આ પણ વાંચો : સ્વીટી પટેલ મર્ડર કેસમાં અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજા બંને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ

Click on your DTH Provider to Add TV9 Gujarati