દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા

ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સાંજે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી સહિત ઘણા મહત્વપૂર્ણ અધિકારીઓએ હાજરી આપી હતી.

દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા
Home Minister - Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 3:08 PM

દેશમાં વધતા ડ્રગ્સના (Drugs) દુરુપયોગને રોકવા અને માદક દ્રવ્યોના વધતા જતા કેસોને રોકવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. આ માટે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોમવારે સાંજે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી સહિત ઘણા મહત્વપૂર્ણ અધિકારીઓએ હાજરી આપી હતી. ડ્રગ્સના વેપાર અને તેના ફેલાવાને રોકવા માટે ગૃહમંત્રીએ આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે.

મીટિંગમાં તમામ મુદ્દાઓ પર વિચારણા કર્યા પછી, નિર્ણય લેવામાં આવ્યો કે તમામ રાજ્યો DGP હેઠળ સમર્પિત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની રચના કરશે. રાષ્ટ્રીય સ્તરે, NCB હેઠળ એક કેન્દ્રીય NCORD યુનિટની રચના કરવામાં આવશે. પોલીસ, CAPF કર્મચારીઓ, ફરિયાદી અને વિવિધ સિવિલ વિભાગના લોકોને તાલીમ આપવા માટે રાષ્ટ્રીય સ્તરે નાર્કોટિક્સ તાલીમ મોડ્યુલ વિકસાવવામાં આવશે.

આંતર મંત્રાલય સમિતિની રચના એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે બેવડા ઉપયોગની પ્રિસ્ક્રિપ્શન દવાઓના દુરુપયોગને રોકવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાયમી આંતર-મંત્રાલય સમિતિની રચના કરવામાં આવશે. આ સિવાય તમામ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશેષ પ્રયાસો કરશે. ઉપરાંત, તમામ હિસ્સેદારો જેમ કે કોસ્ટ ગાર્ડ, નેવી અને પોર્ટ સત્તાવાળાઓ રાજ્યોની NCORD સમિતિની બેઠકોમાં સામેલ થશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બંદરો પર કન્ટેનરનું સ્કેનિંગ ગૃહમંત્રીએ બોલાવેલી બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો છે કે તમામ ખાનગી અને સરકારી બંદરો પર નિયત પ્રક્રિયા મુજબ આવતા અને જતા કન્ટેનરનું સ્કેનિંગ કરવા માટે કન્ટેનર સ્કેનર્સ અને સંબંધિત સાધનો હશે. આ સાથે રાષ્ટ્રીય સ્તરે નાર્કો-કેનાઈન પૂલ વિકસાવવા પણ સૂચના આપવામાં આવી છે. એ વાત પર પણ સહમતિ સધાઈ હતી કે NCB, NSG સાથે સંકલન કરીને, એક નીતિ બનાવશે, જેના હેઠળ રાજ્ય પોલીસને પણ જરૂરિયાત મુજબ કેનાઈન સ્ક્વોડની સુવિધા પૂરી પાડવામાં આવે.

નાર્કોટિક્સ કોલ સેન્ટર શરૂ કર્યું ગૃહમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે માનસ નામથી પરિકલ્પિત નેશનલ નાર્કોટિક્સ કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે. કેન્દ્રિય સ્તરે સંકલિત NCORD પોર્ટલની સ્થાપના કરવામાં આવશે, જે વિવિધ સંસ્થાઓ/એજન્સી વચ્ચે માહિતીના આદાન-પ્રદાન માટે અસરકારક મિકેનિઝમ તરીકે કાર્ય કરશે.

આ નિર્ણયની સૌથી મહત્વની વાત એ હતી કે હવે ડ્રોન અને સેટેલાઇટ સહિત અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર દવાઓની ખેતી બંધ કરવામાં આવશે. આ સાથે ડ્રગ્સ સામે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. તમામ મોટી જેલોમાં વ્યસન મુક્તિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Punjab Assembly Elections: આમ આદમીએ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી, CM ચરણજીત સિંહ ચન્નીને આપશે ટક્કર

આ પણ વાંચો : PM મોદીએ IIT કાનપુરના વિદ્યાર્થીઓને કહ્યું- આગામી 25 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાની લગામ તમારે લેવી પડશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">