AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hit and Run Caseમાં હવે 2 લાખ રૂપિયાનું મળશે વળતર, સરકારે અકસ્માત પર લીધો મોટો ફેસલો

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે (Road Transport and Highways Ministry) હિટ એન્ડ રન રોડ અકસ્માત પીડિતો માટે વળતરની રકમમાં વધારો કરવાની યોજના પ્રસ્તાવિત કરી

Hit and Run Caseમાં હવે 2 લાખ રૂપિયાનું મળશે વળતર, સરકારે અકસ્માત પર લીધો મોટો ફેસલો
Hit and Run Case will now get compensation of Rs 2 lakh, the government took a big decision on the accident (Impact Picture)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 7:50 AM
Share

સરકારે હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં (Hit and run road accidents) માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતરની રકમ રૂપિયા 25,000 થી વધારીને 2 લાખ કરવાની દરખાસ્ત કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે (Road Transport and Highways Ministry) હિટ એન્ડ રન રોડ અકસ્માત પીડિતો માટે વળતરની રકમમાં વધારો કરવાની યોજના પ્રસ્તાવિત કરી છે. જેમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાનું વળતર સૂચવવામાં આવ્યું છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર, વર્ષ 2019 દરમિયાન દેશમાં કુલ 4,49,002 માર્ગ અકસ્માતોમાં 1,51,113 લોકોના મોત થયા છે. વળતર મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, હિટ એન્ડ રન અકસ્માત પીડિતોના વળતર માટે યોજના બદલવાની જરૂર છે. ગંભીર ઈજા માટે રૂ. 12,500 થી રૂ .50,000 અને મૃત્યુ માટે રૂ .25,000 થી રૂ. 2,00,000 સુધી. આ યોજના 1989 (Solatium Scheme, 1989) માં બનેલી વળતર યોજનાના સ્થાને લાગુ કરવામાં આવશે.

બનશે મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ

ડ્રાફ્ટ સ્કીમ હેઠળ, મંત્રાલયે માર્ગ અકસ્માતોની વિગતવાર તપાસ, વિગતવાર અકસ્માત અહેવાલ (DAR) અને તેના રિપોર્ટિંગ તેમજ દાવાઓના ઝડપી સમાધાન માટે વિવિધ હિસ્સેદારો માટે સમયમર્યાદાની પ્રક્રિયા સૂચવી છે. સરકાર મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ બનાવશે, જેનો ઉપયોગ હિટ એન્ડ રન અકસ્માતના કિસ્સામાં વળતર માટે અને અકસ્માત પીડિતોની સારવાર માટે વાપરવામા આવશે

2019 માં 536 લોકો હિટ એન્ડ રન 2019 માં મૃત્યુ પામ્યા

હતા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી(Road Transport and Highways Minister Nitin Gadkari) તાજેતરમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2019 માં દિલ્હીમાં હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં 536 લોકો માર્યા ગયા હતા અને 1,655 લોકો ઘાયલ થયા હતા. મંત્રાલયે આ પ્રસ્તાવિત યોજના માટે 30 દિવસમાં હિસ્સેદારોની ટિપ્પણી પણ માંગી છે.

સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે નોંધણી ફી નહીં લે, કેન્દ્ર સરકારે વધુ એક મોટું પગલું ભરતા તેની નોંધણી ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મંગળવારે સાંજે જાહેરનામું બહાર પાડ્યું છે. અગાઉ, નવી સ્ક્રેપેજ નીતિમાં, ઇલેક્ટ્રિક વાહનો માટે છૂટની જોગવાઈ કરવામાં આવી છે

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">