AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન માટે ધર્મ પરિવર્તન કરતા હિન્દુઓ ખોટુ કરી રહ્યા છે, OTT જોનારા બાળકો પર નજર રાખોઃ મોહન ભાગવત

ભાગવતની ધર્માંતરણ અંગેની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભાજપ શાસિત ઘણા રાજ્યો કથિત 'લવ જેહાદ' અથવા લગ્ન માટે ધર્મપરિવર્તન સામે કાયદા સાથે આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ભાજપ શાસિત રાજ્યોએ આરએસએસના દબાણ હેઠળ ધર્મપરિવર્તન સામેના કાયદાઓ લાવ્યા છે.

લગ્ન માટે ધર્મ પરિવર્તન કરતા હિન્દુઓ ખોટુ કરી રહ્યા છે, OTT જોનારા બાળકો પર નજર રાખોઃ મોહન ભાગવત
MOHAN BHAGWAT
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 12:11 PM
Share

RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે ભારતીયોએ હંમેશા પોતાની સંપત્તિ અન્ય લોકો સાથે વહેંચી છે. મુગલોના આગમન સુધી ભારતમાં ઘણી સંપત્તિ હતી. ભાગવતે જણાવ્યું હતું કે, 1 લી સદીથી 17 મી સદી સુધી એટલે કે દેશમાં મુગલ લૂંટ શરૂ થયા તે પહેલા ભારત વિશ્વનો સૌથી આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો.

આરએસએસના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે લગ્ન માટે અન્ય ધર્મ અપનાવનારા હિન્દુઓ ખોટું કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ નાનકડા સ્વાર્થ માટે કરવામાં આવી રહ્યું છે અને આ એટલા માટે પણ થઈ રહ્યું છે કારણ કે હિન્દુ પરિવારો તેમના બાળકોને તેમના ધર્મ અને પરંપરાઓ પર ગર્વ લેવા માટે તેમના મૂલ્યો વિશે માહિતી આપતા નથી.

ઉત્તરાખંડના હલ્દવાનીમાં આરએસએસના કાર્યકરો અને તેમના પરિવારોને સંબોધતા ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, ‘ધર્માંતરણ કેવી રીતે થાય છે ? ક્ષુલ્લક સ્વાર્થને કારણે, તેમના દેશના છોકરાઓ અને છોકરીઓ લગ્ન કરવા માટે અન્ય ધર્મોમાં કેવી રીતે સ્થળાંતર કરે છે ? જેઓ ધર્માતરણ કરે છે તે ખોટુ કરે છે.

હિન્દુઓનું ધર્માંતરણ કેવી રીતે અટકશે? હિંદુ બાળકોના ધર્માંતરણને રોકવા માટે, બાળકો સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું, ‘આપણે બાળકોને ઘરે જ સંસ્કાર આપવાના છે. પોતાના પર ગર્વ લેવો, પોતાના ધર્મ પર ગર્વ કરવો અને પોતાની પ્રાર્થના પરંપરાઓ માટે આદર કેળવવો. આના માટે, જો બાળકો પ્રશ્નો પૂછે, તો તેનો જવાબ આપવો, જેથી કરીને પછી તેમને કોઈ મૂંઝવણ રહેશે નહીં.

ભાગવતની ધર્માંતરણ અંગેની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભાજપ શાસિત ઘણા રાજ્યો કહેવાતા ‘લવ જેહાદ’ અથવા લગ્ન માટે ધર્મપરિવર્તન સામે કાયદા સાથે આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ભાજપ શાસિત રાજ્યોએ આરએસએસના દબાણ હેઠળ ધર્મપરિવર્તન સામેના કાયદાઓ લાવ્યા છે.

મહિલાઓએ સમાજનું સંગઠન કરવું જરૂરી છે ભાગવતે ભારતીય કૌટુંબિક મૂલ્યો અને તેમના સંરક્ષણ વિશે વિસ્તૃત વાત કરી. તેમણે મોટાભાગના આરએસએસ કાર્યક્રમોમાં માત્ર પુરુષો જ કેવી રીતે દેખાય છે તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આરએસએસનો ઉદ્દેશ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો છે. પરંતુ જ્યારે આપણે આરએસએસના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, ત્યારે તેમા ફક્ત પુરુષો જ જોઈએ છીએ. હવે જો આપણે સમગ્ર સમાજને સંગઠિત કરવા માંગતા હોઈએ તો તેમાં 50 ટકા મહિલાઓ પણ હોવી જોઈએ.

ભારત મોગલોના આગમન સુધી વિશ્વમાં સૌથી ધનિક હતું ભાગવતે કહ્યું કે ભારતીયોએ હંમેશા પોતાની સંપત્તિ અન્ય લોકો સાથે વહેંચી છે. તેમણે કહ્યું કે મુગલોના આગમન સુધી ભારતમાં ઘણી સંપત્તિ હતી. ભાગવતે કહ્યું, ‘ભારત 1 લી સદીથી 17 મી સદી સુધી એટલે કે દેશમાં મુગલ લૂંટ શરૂ થયા પહેલા વિશ્વનો સૌથી આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો. તેથી જ ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું.

OTT પ્લેટફોર્મથી બાળકોને બચાવવા જરૂરી છે આરએસએસના વડાએ OTT પ્લેટફોર્મથી બાળકોને સાવચેત કરવાની માતાપિતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘OTT પ્લેટફોર્મ ઉપર તમામ પ્રકારની વસ્તુઓ બતાવે છે. જે પણ ત્યાં બતાવવામાં આવે છે, તે બાળકો અને અમારા મૂલ્યો માટે કેટલુ ઉપયોગી અને બિનઉપયોગી છે તે ચકાસવુ જરૂરી છે. તેથી આપણે આપણા બાળકોને OTT પ્લેટફોર્મ પર શું જોવું અને શું ન જોવું તે શીખવવું પડશે.

આ પણ વાંચોઃ Maharashtra Bandh : લખીમપુર ખેરી હિંસાની અસર મહારાષ્ટ્રમાં, રાજ્યબંધને પગલે ભાજપે ઉઠાવ્યા સવાલ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">