AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himachal Pradesh: ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તબાહી, 50 લોકોના થયા મોત, સ્વતંત્રતા દિવસની ઉજવણી સાદાઈથી થશે

હિમાચલના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, આપત્તિના કારણે રાજ્યમાં 752 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં વાદળ ફાટતા બે મકાનોનું ધોવાણ થયું છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે.

Himachal Pradesh: ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તબાહી, 50 લોકોના થયા મોત, સ્વતંત્રતા દિવસની ઉજવણી સાદાઈથી થશે
Himachal Pradesh - Landslide
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 7:48 PM
Share

હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે તબાહી મચી છે. રાજ્યમાં અલગ-અલગ ઘટનાઓમાં 31 લોકોના મોત થયા છે. શિમલાના સમર હિલ વિસ્તારમાં આવેલા શિવ મંદિરના કાટમાળ નીચે અનેક લોકોના દટાઈ જવાની આશંકા છે. હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યું હતું કે, સમર હિલ વિસ્તારમાં એક શિવ મંદિર અને ફાગલી વિસ્તારમાં અન્ય જગ્યાએ ભૂસ્ખલન (Landslide) થયું હતું. ફાગલી વિસ્તારમાં અનેક મકાનો કાદવમાં દટાયા છે.

કાર્યક્રમમાં માત્ર ત્રિરંગો જ ફરકાવવામાં આવશે

આવતીકાલે સ્વતંત્રતા દિવસ છે તેથી હિમાચલ પ્રદેશમાં આ દિવસ નિમિત્તે યોજાનાર સરકારી કાર્યક્રમોમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં હોય. સમારંભમાં માત્ર ત્રિરંગો જ ફરકાવવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે થયેલા મોતને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, NDRFના જવાનો સ્થાનિક પ્રશાસન સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલ જાનહાનિ અત્યંત દુઃખદ છે.

દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા

હિમાચલના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, આપત્તિના કારણે રાજ્યમાં 752 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં વાદળ ફાટતા બે મકાનોનું ધોવાણ થયું છે. સાથે જ આ દુર્ઘટનામાં 6 લોકોનો બચાવ થયો જ્યારે 7 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, વાદળ ફાટ્યુ, વૃક્ષો ધરાશાયી, રસ્તાઓ બંધ, તસવીરોમાં જુઓ તબાહી

મંગળવારે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે મંગળવારે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ ચેતવણીઓ માટે ચાર કલર કોડનો ઉપયોગ કરે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">