AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોલકાતામાં ગેરકાયદેસર બાંધકામો પર હાઈકોર્ટની ટિપ્પણી, કહ્યું ‘જરૂર પડે તો CM યોગીનું બુલડોઝર ભાડે લઈ આવો’

ન્યાયાધીશે કહ્યું, "એક-બે નહીં, આવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે." ત્યારે સુનાવણીમાં હાજર પાલિકાના વકીલને ન્યાયાધીશે જણાવ્યું હતું કે, જરૂર પડે તો ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવો. તે પછી જ ન્યાયાધીશે યુપીના સીએમ યોગીને બુલડોઝર ભાડે લેવા કહ્યું હતુ.

કોલકાતામાં ગેરકાયદેસર બાંધકામો પર હાઈકોર્ટની ટિપ્પણી, કહ્યું 'જરૂર પડે તો CM યોગીનું બુલડોઝર ભાડે લઈ આવો'
High Court strange comment on illegal constructions in Kolkata
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 12:31 PM
Share

કોલકાતા હાઈકોર્ટે કોલકાતામાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ પર ઉત્તર પ્રદેશ સરકારની બુલડોઝર નીતિ પર ટિપ્પણી કરી છે. જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયે શુક્રવારે ગેરકાયદે બાંધકામ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને કહ્યું.

કોલકાતાના માણિકતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના વિરોધમાં એક મહિલાએ કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જે મામલે હાઈકોર્ટે કહ્યું કે “જો જરૂર હોય તો, યોગી આદિત્યનાથ પાસેથી કેટલાક બુલડોઝર ભાડે લો,”

ગેરકાયદેસર બાંધનકામ તોડવા યોગી સરકાર પાસે લેશે બુલ્ડોઝર?

કોલકાતાની એક મહિલાએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજીમાં ગેરકાયદે બાંધકામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ અને વહીવટીતંત્ર કામ કરતું નથી અને તેણી અસુરક્ષિત અનુભવી રહી છે. ત્યારે ન્યાયાધીશે કહ્યું, “એક-બે નહીં, આવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે.” ત્યારે સુનાવણીમાં હાજર પાલિકાના વકીલને ન્યાયાધીશે જણાવ્યું હતું કે, જરૂર પડે તો ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવો. તે પછી જ ન્યાયાધીશે યુપીના સીએમ યોગીને બુલડોઝર ભાડે લેવા કહ્યું હતુ.

ગુંડાઓને કેવી રીતે સીધા કરવા તે જાણીએ છે

ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અને નગરપાલિકાના પ્રયાસો છતાં તેઓ ઘણીવાર કાર્યવાહી કરવામાં અસમર્થ હોય છે. કારણ કે તેમને બીજાના દબાણમાં કામ કરવું પડે છે. જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાયે કહ્યું કે, હું પોલીસ અને નગરપાલિકા વિશે કંઈ કહીશ નહીં. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે પોલીસ અને વહીવટીતંત્ર પર બહારનું દબાણ છે અને તેમના દબાણમાં કામ કરવું પડશે.

આ પછી જજનું મહત્વપૂર્ણ નિવેદન આવ્યું, “કોઈ પણ દાદાગીરી સહન કરવામાં આવશે નહીં. ગુંડાગીરી વિરોધી પાંખના અધિકારીઓ ગુંડાઓને કેવી રીતે સીધા કરવા તે જાણે છે. જસ્ટિસ ગંગોપાધ્યાયે ફરી એકવાર કોલકાતા નગરપાલિકાને ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

ન્યાયાધીશની ટિપ્પણી પર ચર્ચાએ જોર પકડ્યું

બીજી તરફ જસ્ટિસ ગંગોપાધ્યાયની ટિપ્પણી બાદ ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે જસ્ટિસ ગંગોપાધ્યાય વાસ્તવમાં લોકપ્રિયતા ઈચ્છે છે. તેમને બંગાળ ભાજપ પર વિશ્વાસ નથી. એટલા માટે તે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો બંગાળ સરકારને બુલડોઝરની જરૂર હોય તો તે સરકારની સાથે છે.

બીજી તરફ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ફિરહાદ હકીમે કહ્યું કે તેમની સરકાર બુલડોઝર પોલિસીમાં વિશ્વાસ નથી કરતી. તે કાયદાના દાયરામાં રહીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગે છે.

તે જ સમયે, બંગાળ ભાજપના મીડિયા પ્રભારી શિશિર બાજોરિયાએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કોલકાતાની હાઈકોર્ટે એવી ટિપ્પણી કરવી પડી કે ઉત્તર પ્રદેશથી બુલડોઝર લાવી શકાય. બંગાળ સરકાર ગેરકાયદે બાંધકામને રક્ષણ આપે છે કારણ કે તેમાં TMC સામેલ છે

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">