અલવિદા વરુણ સિંહ : તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન
આ અકસ્માતમાં અત્યાર સુધીમાંCDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat) અને અન્ય 13 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Group Captain Varun Singh Death : ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એક માત્ર એવા વ્યક્તિ હતા જે તમિલનાડુમાં 8મી ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) બચી ગયા હતા. તેમની બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં (Command Hospital) સારવાર ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat) અને અન્ય 13 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Group Captain Varun Singh, the lone survivor of #TamilNaduChopperCrash – who was under treatment at Command Hospital in Bengaluru – passes away at the hospital. pic.twitter.com/X0GaV6ThJz
— tv9gujarati (@tv9gujarati) December 15, 2021
દેશ તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે
તમિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Tamilnadu Chopper Crash) ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત બચ્યા હતા. તેમની બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી,ત્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં CDS જનરલ બિપિન રાવત અને અન્ય 13 લોકોએ જીવ ગુમાવ્યા. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતુ કે, ભારતીય વાયુસેનાના અધિકારી ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત નાજુક છે પરંતુ તેમની હાલત સ્થિર છે. તમને જણાવવુ રહ્યુ કે, તે બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા.
પ્રધાન મંત્રી મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ
પ્રધાન મંત્રી નરેન્દ્રમોદીએ (PM Narendra Modi) શોકની લાગણી વ્યક્ત કરતા લખ્યુ કે, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ગર્વ, બહાદુરી અને અત્યંત વ્યાવસાયિકતા સાથે દેશની સેવા કરી. તેમના નિધનથી હું અત્યંત દુઃખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની વિપુલ સેવા ક્યારેય ભૂલાશે નહીં. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ…..
Group Captain Varun Singh served the nation with pride, valour and utmost professionalism. I am extremely anguished by his passing away. His rich service to the nation will never be forgotten. Condolences to his family and friends. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 15, 2021
ગ્રુપ કેપ્ટનને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે,નેવીમાં ગ્રુપ કેપ્ટન વરુણ ખૂબ જ અનુભવી પાયલટ હતા. તેમની ઉતકૃષ્ઠ કામગિરી માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે, આ સૌથી મોટો મેડલ છે. આ મેડલ તેમને એલસીએ તેજસની ઉડાન દરમિયાન આવી પડેલી કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતીપૂર્વક અને સુરક્ષિત રીતે બચાવવા બદલ આપવામાં આવ્યો હતો.
વિલંબ કર્યા વિના પરિસ્થિતિ સંભાળી
તે 12 ઓક્ટોબર 2020ના રોજ તેજસની ફ્લાઈટમાં હતો. આ પ્લેન તે એકલા જ ઉડાવી રહ્યા હતા. ત્યારે આ પ્લેનમાં ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. કોકપીટ પ્રેશર સિસ્ટમની નિષ્ફળતાને કારણે પરિસ્થિતિ સતત વણસી રહી હતી. તેણે વિલંબ કર્યા વિના પરિસ્થિતિને સંભાળી એટલું જ નહીં યોગ્ય નિર્ણય પણ લીધો હતો. દેશના નાગરિકો વરૂણ સિંહના બલિદાનને હંમેશા યાદ રાખશે.
આ પણ વાંચો : ચીનને તેની જ ભાષામાં અપાશે જવાબ, લદ્દાખ સરહદે હાઈસ્પીડ ઈન્ટરનેટ ચીનને કરશે પરેશાન