AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે તંત્રનો આવકારદાયક નિર્ણય, હવે મુંબઈ એરપોર્ટ પર માત્ર આટલા રૂપિયામાં થશે RT-PCR ટેસ્ટ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કોરોના ટેસ્ટિંગને વધુ ઝડપી કરવામાં આવી રહ્યું છે. આ માટે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તપાસના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Maharashtra : ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે તંત્રનો આવકારદાયક નિર્ણય, હવે  મુંબઈ એરપોર્ટ પર માત્ર આટલા રૂપિયામાં થશે RT-PCR ટેસ્ટ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 12:32 PM
Share

Mumbai : મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો (Omicron Variant) પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 28 કેસ નોંધાયા છે. જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં, ઓમિક્રોનના જોખમને દૂર કરવા માટે પરીક્ષણ(Testing)  પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ તંત્ર દ્વારા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai  International Airport) પર કોરોનાના રેપિડ RT-PCR ટેસ્ટ રેટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઓમિક્રોનની દહેશતને રોકવા ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવ્યો

રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સતત સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના 8 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 7 કેસ મુંબઈમાં (Mumbai) અને એક વસઈ વિરારમાંથી સામે આવ્યા છે. આ નવા કેસ સાથે રાજ્યમાં કુલ આંકડો 28 સુધી પહોંચી ગયો છે.

આવી સ્થિતિમાં કોરોનાની તપાસ ઝડપી કરવામાં આવી રહી છે. આ કારણે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોનાના ઝડપી RT-PCR ટેસ્ટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે લોકો માત્ર 1795 રૂપિયામાં મુંબઈ એરપોર્ટ પર તપાસ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટેસ્ટ માટે 4500 રૂપિયા ચૂકવવા પડતા હતા.

એમિક્રોન વેરિઅન્ટે વધારી ચિંતા

મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના 8 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 7 કેસ મુંબઈમાં અને એક વસઈ વિરારમાં મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગે (Health Department) જણાવ્યું હતુ કે, પ્રાથમિક માહિતી મુજબ આમાંથી કોઈ પણ વ્યક્તિએ તાજેતરમાં વિદેશ પ્રવાસ કર્યો નથી. તમને જણાવી દઈએ કે, મંગળવારે રાજ્યમાં કોરોનાના કુલ 684 કેસની પુષ્ટિ થઈ હતી અને ચેપને કારણે 24 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 66,45,136 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમાંથી 64,93,688 લોકો રિકવર થયા છે. જ્યારે 1,41,288 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 61 કેસ નોંધાયા છે. જેમાં દિલ્હીમાં (Delhi) 4 નવા કેસ ,જ્યારે મહારાષ્ટ્રમાં કુલ આંકડો 28 સુધી પહોંચ્યો છે. ઉપરાંત રાજસ્થાનમાં(Rajsthan)  17, દિલ્હીમાં 6, ગુજરાતમાં(Gujarat)  4, કર્ણાટકમાં 3 ઉપરાંત કેરળ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં 1-1 કેસ નોંધાયા છે. આ રીતે દેશના 8 રાજ્યોમાં ઓમિક્રોનની દહેશત જોવા મળી રહી છે.

આ પણ વાંચો : કરીના કપૂર ખાનની ટીમે જાહેર કર્યું નિવેદન, કહ્યું પાર્ટીમાં એક મહેમાન પહેલેથી જ હતા બીમાર

આ પણ વાંચો : Maharashtra: MSRTCએ 230 કર્મીઓને બરતરફ કરવા નોટિસ ઈશ્યુ કરી, 28 ઓક્ટોબરથી કર્મચારી છે હડતાલ પર

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">