હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, 600 રસ્તા થઈ ગયા બંધ, મસૂરી અને જમ્મુમાં લોકો ફસાયા, જુઓ Video
દેશના વિવિધ ભાગોમાં અચાનક થયેલી હિમવર્ષા અને વરસાદને કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં અચાનક વધારો થયો છે. હિમાચલ પ્રદેશમાં, બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 680 થી વધુ રસ્તાઓ બરફવર્ષાને કારણે બંધ છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં તો બરફવર્ષાને કારણે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે.
દેશના પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હિમાચલ પ્રદેશના મનાલી અને જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ જેવા પર્યટન સ્થળોએ અસંખ્ય પ્રવાસીઓ ફસાઈ ગયા છે, જ્યાં હોટલો ભરાઈ ગઈ છે અને ટ્રાફિક જામ લાંબા સમય સુધી ચાલુ રહે છે. હિમાચલમાં 680 થી વધુ રસ્તાઓ બરફ વર્ષાને કારણે બંધ છે, અને જમ્મુ અને કાશ્મીરમાં NH-44 સહિત અનેક રસ્તાઓ પણ બંધ છે.
દેશના પર્વતીય રાજ્યોમાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાને કારણે પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી ગયા છે. ઘણી જગ્યાએ હોટલો ફુલ થઈ ગઈ છે. તો બીજી તરફ બરફ વર્ષાને કારણે, લાંબા ટ્રાફિક જામની સાથે, લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બરફવર્ષા હજુ પણ ચાલુ રહેશે, જેના કારણે આગામી દિવસો માટે પણ બરફવર્ષાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. લગભગ ત્રણ મહિના પછી વર્તમાન શિયાળા ઋતુની આ પહેલી બરફવર્ષા છે. મનાલી નજીક 100 થી વધુ વાહનો ફસાઈ ગયા છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ મોટી સંખ્યામાં આવેલા પ્રવાસી લોકો ફસાયા છે.