G20 સમિટ પહેલા દિલ્હીમાં ભારે વરસાદ, અન્ય 18 રાજ્યમાં પણ પવન સાથે વરસાદની આગાહી

G-20 સમિટની શરૂઆત પહેલા આજે સવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. જેના કારણે ગરમીમાં થોડી રાહત મળવા સાથે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જો કે આ સાથે અન્ય 18 રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

G20 સમિટ પહેલા દિલ્હીમાં ભારે વરસાદ, અન્ય 18 રાજ્યમાં પણ પવન સાથે વરસાદની આગાહી
Heavy rains in Delhi ahead of G20 summit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 8:37 AM

G-20 સમિટની શરૂઆત પહેલા આજે સવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દિલ્હીમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે જી-20 સમિટની બેઠક 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે વરસાદ G-20 સમિટની મજા બગાડશે કે કેમ?  ગઈ કાલે પણ દિલ્હીમાં હળવો વરસાદ પડ્યો હતો.

જણાવી દઈએ કે આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 36.4 અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ હતું. આ સાથે જ હવામાન વિભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દિલ્હી સહિત રાજ્યોમાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંદુરગઢ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, મુંબઈ માટે ગ્રીન એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં આગામી 24-48 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

તે જ સમયે, હવામાન વિભાગે વિદર્ભ, ગોવા, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, કર્ણાટક અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

દિલ્હીમાં ફરી ચોમાસુ સક્રિય

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. IMD અનુસાર, આજે દિલ્હી-NCR વિસ્તારમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડશે. IMD અનુસાર, ચોમાસું ફરી એકવાર થોડું સક્રિય દેખાઈ રહ્યું છે અને આજે દેશના 18 રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">