તાજમહેલના 22 બંધ રૂમ ખોલવાની અરજી પર હાઈકોર્ટે ફટકાર લગાવી, કહ્યું- ભણવા જાઓ પછી કોર્ટ આવો

તાજમહેલના 22 બંધ રૂમ ખોલવાની અરજી પર હાઈકોર્ટે ફટકાર લગાવી, કહ્યું- ભણવા જાઓ પછી કોર્ટ આવો
taj mahal (file Image)

અરજીકર્તા અયોધ્યાના ભારતીય જનતા પાર્ટીના નેતા રજનીશ સિંહે કહ્યું કે, જ્યારે તેઓ તાજમહેલના (Taj Mahal) આ રૂમો વિશે આરટીઆઈ દ્વારા માહિતી મેળવવા માંગતા હતા, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર 22 રૂમ બંધ કરવામાં આવ્યા છે.

Meera Kansagara

|

May 12, 2022 | 2:47 PM

ઉત્તર પ્રદેશના આગ્રાના (Agra) તાજમહેલમાં (Taj Mahal) બંધ 22 રૂમ ખોલવાની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં સુનાવણી દરમિયાન કોર્ટે આજે અરજદારને સવાલો પૂછ્યા અને કોર્ટે કહ્યું કે, શું તમારા કોઈ અધિકારનું ઉલ્લંઘન થયું છે? કોર્ટે એમ પણ કહ્યું કે, તમે અમારી પાસેથી શું ઈચ્છો છો. આજે અરજદારની અરજી પર કડક ટીપ્પણી કરતા કોર્ટે કહ્યું કે, તાજમહેલ કોણે બનાવ્યો, રિસર્ચ કરો અને યુનિવર્સિટીમાં જઈને પીએચડી કરો અને જો કોઈ ના પાડે તો કોર્ટમાં આવો. કોર્ટે ટિપ્પણી કરી હતી કે પીઆઈએલ સિસ્ટમની મજાક ઉડાવવી જોઈએ નહીં. આ મામલે કોર્ટ બપોરે 2.15 કલાકે ચુકાદો આપશે.

વાસ્તવમાં અલ્હાબાદ હાઈકોર્ટની (allahabad highcourt) લખનૌ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે કે તાજમહેલના 22 બંધ ઓરડાઓ ખોલવામાં આવે. જેથી લોકો જાણી શકે કે આ 22 બંધ ઓરડાઓમાં શું છે. અરજદારે પોતાની અરજીમાં દલીલ કરી છે કે, આરટીઆઈ (RTI) દાખલ કરીને તેણે આ 22 રૂમો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને તે શા માટે બંધ કરવામાં આવ્યા છે. પરંતુ અરજદારો જવાબથી સંતુષ્ટ નથી અને ત્યારબાદ તેઓએ કોર્ટનો સંપર્ક કર્યો છે.

અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે આજે અરજીકર્તાને આગરામાં તાજમહેલના 22 રૂમ ખોલવા અંગેના પ્રશ્નો પૂછ્યા અને કોર્ટે કહ્યું કે, શું તમારા કોઈ અધિકારોનું ઉલ્લંઘન થયું છે. કોર્ટે એમ પણ કહ્યું કે તમે અમારી પાસેથી શું ઈચ્છો છો. આ મામલાની સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે અરજીકર્તાને જાહેર હિતની અરજીની સિસ્ટમનો દુરુપયોગ ન કરવા જણાવ્યું છે. આજે આ મામલે સુનાવણી કરતી વખતે કોર્ટે અરજદારને યુનિવર્સિટીમાં દાખલ થવા માટે કહ્યું હતું કે, જો કોઈ યુનિવર્સિટી તમને આવા વિષય પર સંશોધન કરવાની મનાઈ કરે તો અમારી પાસે આવો.

ભાજપના નેતાએ કરી હતી અરજી

અરજીકર્તા, અયોધ્યાના ભારતીય જનતા પાર્ટીના નેતા રજનીશ સિંહે કહ્યું કે, જ્યારે તેઓ આ રૂમો વિશે આરટીઆઈથી માહિતી મેળવવા માંગતા હતા, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે સુરક્ષાના કારણોસર 22 રૂમ બંધ કરવામાં આવ્યા છે. અરજીકર્તાનું એમ પણ કહેવું છે કે ઈતિહાસકારો અને હિંદુ સંગઠનો કહેતા રહે છે કે 22 બંધ રૂમની અંદર હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે અને જો આવું છે તો સત્ય બધાની સામે આવવું જોઈએ. આથી હાઇકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેથી સત્ય બધાની સામે આવી શકે. હાલ આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેથી હવે તમામની નજર કોર્ટના નિર્ણય પર છે.

બીજેપી સાંસદે કહ્યું- તાજમહેલ અમારી જમીન પર બન્યો છે

રાજસ્થાનના બીજેપી સાંસદ દિયા કુમારીએ પણ તાજમહેલ મામલે નવું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, તાજમહેલ તેમની જમીન પર બનેલો છે. વાસ્તવમાં તાજમહેલના 22 બંધ રૂમને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પણ આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સાંસદ દિયા કુમારીએ કહ્યું કે, તાજમહેલની જમીન અમારા વંશજોની છે અને તાજમહેલ વાસ્તવમાં તેજો મહેલ પેલેસ હતો. જેના પર શાહજહાંનો કબજો હતો.

રાજવી પરિવાર દસ્તાવેજ કરશે રજૂ

સાંસદ દિયા કુમારીએ કહ્યું કે, જો કોર્ટ આદેશ આપશે તો રાજવી પરિવાર પણ તેને લગતા દસ્તાવેજો રજૂ કરશે અને તેમણે કહ્યું કે, જયપુર રાજ પરિવાર ટ્રસ્ટ પાસે જમીનનો રેકોર્ડ પણ છે. તેણે કહ્યું કે, તે તેના પૂર્વજોની જમીન હતી અને હવે તે અને તેનો પરિવાર કોર્ટમાં અરજી દાખલ કરવાનું વિચારી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati