આરોગ્ય કર્મચારીઓએ PPE કિટ પહેરવાની જરૂર નથી, N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયા

ઉજાલા સિગ્નસ ગ્રુપના ડૉ શુચિન બજાજે કહ્યું, 'પહેલી અને બીજી કોવિડ લહેરમાં PPE કીટ (PPE Kit)નો ઉપયોગ ઘણો જોવા મળ્યો હતો. અમને અત્યારે આની જરૂર દેખાતી નથી કારણ કે, નવું Variants હાલમાં ડેવલપ થઈ રહ્યું છે.

આરોગ્ય કર્મચારીઓએ PPE કિટ પહેરવાની જરૂર નથી, N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયા
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 4:02 PM

PPE Kit: નોન-ICU વોર્ડમાં કોવિડ-19 દર્દીઓની સંભાળ લેતી વખતે હેલ્થકેર વર્કરો (Healthcare workers)એ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) પહેરવાની જરૂર નથી. AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા (Dr Randeep Guleria) કહે છે કે આરોગ્ય કર્મચારીઓ માટે યોગ્ય N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે. ગુલેરિયાએ કહ્યું કે આરોગ્ય કર્મચારીઓ વધુ સુરક્ષા માટે કોઈપણ ગ્લોવ્સ અને ગાઉનનો ઉપયોગ કરી શકે છે. પરંતુ PPE કીટ (Personal Protective Equipment)ની જરૂર નથી.

રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોવિડ-19નું કારણ બનનાર વાયરસ ત્યારે ફેલાય છે, જ્યારે લોકો વાયરસના ટીપાં અને કણોથી દૂષિત હવામાં શ્વાસ લે છે. રોગચાળાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન વિશ્વભરની હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા PPE કીટનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગુલેરિયાએ કહ્યું કે ICUમાં કોવિડ-19 દર્દીઓની સારવાર કરતી વખતે હજુ પણ PPE કિટ પહેરવાની જરૂર પડી શકે છે, પરંતુ બિન-ICUમાં તેની જરૂર નથી, કારણ કે અપડેટેડ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા હવે ત્યાં તેનો ઉપયોગ ફરજિયાત કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

PPE કીટની જરૂર નથી

AIIMSમાં માઈક્રોબાયોલોજીના પ્રોફેસર ડૉ. આરતી કપિલે પણ તાજેતરના સેમિનારમાં જણાવ્યું હતું કે કોવિડના દર્દીઓની સંભાળ લેવા માટે સામાન્ય રીતે કવરઓલ (PPE કિટ)ની જરૂર નથી. તે જ સમયે ઉજાલા સિગ્નસ ગ્રુપના હોસ્પિટલ્સના સ્થાપક નિર્દેશક, ડૉ શુચિન બજાજે કહ્યું ‘પહેલી અને બીજી કોવિડ લહેરોમાં PPE કીટનો ઉપયોગ ઘણો જોવા મળ્યો હતો. અમને આની તાત્કાલિક જરૂર દેખાતી નથી, કારણ કે હાલમાં નવું Variants ડેવલપ થઈ રહ્યું છે.

દૂષિત હવામાં શ્વાસ લેવાથી ચેપ લાગે છે

તેમણે કહ્યું, ‘ઘણા અભ્યાસોમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે કોવિડ-19 ત્યારે ફેલાય છે, જ્યારે વાયરસ યુક્ત ટીપાં અને વાયરસ ધરાવતા નાના હવાના કણોથી દૂષિત હવામાં શ્વાસ લે છે. ફોમાઈટ્સ (સંક્રમણની સંભાવના ધરાવતી વસ્તુઓ અને સામગ્રી) ચેપ ફેલાવવામાં બહુ ભૂમિકા ભજવતા નથી. તેથી, PPE કિટ્સ વધુ ભૂમિકા ભજવશે નહીં અને માસ્ક અથવા ફેસ શિલ્ડની વધુ જરૂર છે.’

PPE કિટ મોંઘી છે અને રોગચાળાના પ્રારંભિક તબક્કા દરમિયાન સરળતાથી ઉપલબ્ધ ન હતી. PPE કિટને કારણે આરોગ્ય કર્મચારીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કાળઝાળ ગરમીમાં PPE પહેરવું એ હેલ્થકેર વર્કર્સ માટે એક મોટો પડકાર હતો.

આ પણ વાંચો : Pakistan :પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લથળી, વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું આગામી ત્રણ મહિના તેમની સરકાર માટે નથી સરળ

g clip-path="url(#clip0_868_265)">