Pakistan :પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લથળી, વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું આગામી ત્રણ મહિના તેમની સરકાર માટે નથી સરળ

પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી મોંઘવારીએ ભરડો લીધો છે. મોંઘવારીમાં ઘટી રહી નથી. ખાદ્ય ચીજવસ્તુઓએ ઘરનું બજેટ બગાડ્યું છે. લોકો મોંઘવારી માટે સીધા ઈમરાન સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.

Pakistan :પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લથળી, વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું આગામી ત્રણ મહિના તેમની સરકાર માટે નથી સરળ
PM Imran Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 1:32 PM

પાકિસ્તાનની (pakistan) આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે, હવે ખુદ વડાપ્રધાને આ વાતનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન(Imran khan)  ખાને સ્વીકાર્યું છે કે આગામી ત્રણ મહિના તેમની સરકાર માટે ખૂબ જ મુશ્કેલ છે. દેશભરમાં મોંઘવારીના આક્રોશ વચ્ચે ઈમરાનનું આ નિવેદન આવ્યું છે. પાકિસ્તાનમાં આ દિવસોમાં ખાણી-પીણી અને રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી રહી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મોંઘવારી માટે અગાઉની સરકારોને જવાબદાર ઠેરવી હતી એક મીડિયા રિપોર્ટ મુજબ, ઈમરાન ખાને દેશમાં મોંઘવારીથી બગડેલી સ્થિતિ માટે અગાઉની સરકારોને જવાબદાર ગણાવી હતી. તેમણે ગુરુવારે કહ્યું કે વર્તમાન સરકારની સૌથી મોટી નબળાઈ એ છે કે તે અગાઉની સરકારો પર જવાબદારી નક્કી કરી શકી નથી. પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે તેમની સરકારે લોકોની ભલાઈ માટે સારું કામ કર્યું છે, પરંતુ તે તેની સિદ્ધિઓનું યોગ્ય રીતે વર્ણન કરી શકી નથી.

ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે પાકિસ્તાનમાં મોંઘવારી લાંબા સમયથી વધી રહી છે, તે ઘટી રહી નથી. મોંઘવારીથી ખાદ્ય ચીજવસ્તુઓએ ઘરનું બજેટ બગાડ્યું છે. લોકો મોંઘવારી માટે સીધા ઈમરાન સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, મોટાભાગના પરિવારો તેમના અડધા પૈસા ખાવાની વસ્તુઓ પર ખર્ચ કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ, પેટ્રોલ, વીજળી અને પરોક્ષ ટેક્સનું ભારણ એટલું વધી ગયું છે કે આવનારા સમયમાં દેશને ભૂખમરો, ગરીબી અને કુપોષણનો સામનો કરવો પડી શકે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

લોકો માટે પીવાનું શુધ્ધ પાણી પણ નથી વિશ્વ બેંકનો અંદાજ છે કે વર્ષ 2020માં પાકિસ્તાનમાં ગરીબી 4.4 ટકાથી વધીને 5.4 ટકા થઈ ગઈ છે અને લગભગ 20 લાખ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે. ઈમરાન સરકાર દેશના લોકોને પીવા માટે શુધ્ધ પાણી પણ આપી શકતી નથી. નેશનલ એસેમ્બલીમાં તહરીક-એ-ઈન્સાફ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યું છે કે દેશના મોટા મોટા શહેરોમાં લોકોને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી.

ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ દ્વારા અહેવાલ મુજબ, નીચી-મધ્યમ-આવક-ગરીબી દરનો ઉપયોગ કરીને, વિશ્વ બેંકે અનુમાન લગાવ્યું છે કે પાકિસ્તાનમાં ગરીબીનું પ્રમાણ 2020-21માં 39.3 ટકા હતું અને 2021-22 અને 2022 સુધીમાં 39.2 ટકા રહેવાનો અંદાજ છે 2022-23માં તે ઘટીને 37.9 ટકા થઈ શકે છે.

આ પણ વાંચો : Corona case in India : 7 મહિના પછી માત્ર 8 દિવસમાં કોરોના કેસ 10 હજારથી વધીને 1 લાખ , PM MODI સંબોધશે રાજ્યનાં CM સાથે બેઠક

આ પણ વાંચો : PM Security Breach: શું છે પીએમ મોદીની સુરક્ષામાં થયેલા ભંગની સંપૂર્ણ આંતરિક વાર્તા, વાંચો Exclusive Report

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">