Haryana: ભિવાનીમાં ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મોત, બચાવ માટે NDRF સહિત આર્મી યુનિટને બોલાવવામાં આવી

આ અકસ્માત બાદ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. કેટલાક વાહનો પણ સંપૂર્ણ નાશ પામ્યા હતા. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

Haryana: ભિવાનીમાં ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મોત, બચાવ માટે NDRF સહિત આર્મી યુનિટને બોલાવવામાં આવી
Landslide In Bhiwani - Haryana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 6:35 PM

હરિયાણાના (Haryana) ભિવાનીમાં (Bhiwani) દાદમ ખાણ વિસ્તારમાં શનિવારે ભૂસ્ખલન થતાં ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. કેટલાક વાહનો પણ સંપૂર્ણ નાશ પામ્યા હતા. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્વીટ કર્યું, “હરિયાણાના ભિવાની જિલ્લામાં ખાણકામ સ્થળ પર થયેલા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. ગાઝિયાબાદથી NDRFની મધુબનથી SDRF ટીમને બોલાવવામાં આવી છે. હિસારથી સેનાની ટુકડી બોલાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે.”

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પોલીસે જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યે તોશામ બ્લોકમાં ભૂસ્ખલનને કારણે લગભગ અડધો ડઝન ડમ્પર ટ્રક અને કેટલાક મશીન કાટમાળ નીચે દટાયા હતા. ભિવાનીના ચીફ મેડિકલ ઓફિસર રઘુવીર શાંડિલ્યએ જણાવ્યું કે, “આ ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થયા છે.” તેમણે વધુમાં જણાવ્યું કે મૃતકોમાંથી બે લોકોની ઓળખ બિહારના વતની તુફાન શર્મા (30) અને હરિયાણાના જીંદ જિલ્લાના બગનવાલાના રહેવાસી બિંદર (23) તરીકે થઈ છે.

મુખ્યમંત્રી જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં છે

મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે તેઓ ઝડપી બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે. ખટ્ટરે ટ્વીટ કર્યું, “ભિવાનીમાં દાદમ ખાણ વિસ્તારમાં દુર્ભાગ્યપૂર્ણ ભૂસ્ખલન દુર્ઘટનાથી દુઃખી છું. હું ઝડપી બચાવ કામગીરી અને ઘાયલોને તાત્કાલિક સહાય સુનિશ્ચિત કરવા સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.”

ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો

આ અકસ્માત અંગે ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, “હરિયાણાના ભિવાની જિલ્લામાં ખાણકામના સ્થળે ભૂસ્ખલનથી સર્જાયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે, મેં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરજી સાથે વાત કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર બચાવ કાર્યમાં લાગેલું છે, અમારી પ્રાથમિકતા શક્ય તેટલા વધુ લોકોના જીવ બચાવવાની છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.”

અહેવાલો અનુસાર હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલે કહ્યું, “કેટલાક લોકોના મોત થયા છે. હું અત્યારે ચોક્કસ આંકડા આપી શકતો નથી. તબીબોની ટીમ આવી પહોંચી છે. અમે બને તેટલા લોકોને બચાવવાનો પ્રયત્ન કરીશું.”

આ પણ વાંચો : UP Assembly Election: નવા વર્ષે અખિલેશ યાદવનો પહેલો ચૂંટણી વાયદો, 300 યુનિટ વીજળી મફત આપવાની કરી જાહેરાત

આ પણ વાંચો : વૈષ્ણોદેવી મંદિર ઘટના: તમામ મૃતકોની થઈ ઓળખ, 11 લોકોના મૃતદેહ સ્વજનોને સોંપાયા, બે કરાયા એરલિફ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">