AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana: ખટ્ટર સરકારની મહત્વની જાહેરાત, હવે ઓલિમ્પિકમાં ચોથા ક્રમે આવનાર ખેલાડીઓને આપવામાં આવશે 50 લાખ રૂપિયા

ઓલિમ્પિકમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે હરિયાણા સરકારે મોટી જાહેરાત કરી છે. CM મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતુ કે, "સરકાર ઓલિમ્પિકમાં જીત ન મેળવનાર ખેલાડીઓને 10 લાખ રૂપિયા આપશે, જ્યારે ચોથા સ્થાને રહેલા તમામ ખેલાડીઓને 50 લાખ રૂપિયા આપવામાં આવશે."

Haryana: ખટ્ટર સરકારની મહત્વની જાહેરાત, હવે ઓલિમ્પિકમાં ચોથા ક્રમે આવનાર ખેલાડીઓને આપવામાં આવશે 50 લાખ રૂપિયા
ManoharLal Khattar (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 1:55 PM
Share

Haryana:  ખટ્ટરે જણાવ્યું હતુ કે, ઓલિમ્પિકમાં ભાગ લેવાથી લઈને મેડલ વિજેતાઓ (Medal Winner) સુધી પ્રોત્સાહનની રકમ નક્કી કરવામાં આવી છે.જેમાં હરિયાણા સરકાર ગોલ્ડ મેડલ (Gold Medal) જીતનાર ખેલાડીઓને 6 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે સિલ્વર મેડલ વિજેતા માટે 4 કરોડ અને બ્રોન્ઝ મેડલ માટે 2.5 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

ઓલિમ્પિકમાં ચોથા ક્રમે આવનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે

હરિયાણા સરકારે ઓલિમ્પિકમાં(Olympics)  ચોથા ક્રમાંકિત ખેલાડી માટે મોટું ઈનામ જાહેર કર્યું છે. રાજ્ય સરકાર ઓલિમ્પિકમાં ચોથા ક્રમે આવનાર ખેલાડીને 50-50 લાખ રૂપિયા આપશે. ઉપરાંત રમતમાં ભાગ લેનાર ખેલાડીઓને 10 લાખ રૂપિયા પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજ્યમાં ગોલ્ડ મેડલ લાવનાર ખેલાડીની રાહ જોવાઈ રહી હતી.ત્યારે નિરજ ચોપરાએ આ ઈચ્છા પણ પુરી કરી છે.

જાણો હરિયાણાના ખેલાડીઓ વિશે

હરિયાણામાં બોક્સિંગમાં (Boxing) ભિવાની શહેરમાંથી પૂજા, મનીષ અને વિકાસ કૃષ્ણ,જ્યારે રોહતકથી અમિત પંઘલ, મનુ ભાકર.ઉપરાંત યમુનાનગરથી સંજીવ રાજપૂત અને પલવલથી અભિષેક વર્મા, પંચકુલામાંથી યશસ્વિની દેશવાલ અને કુસ્તીમાં ઝજ્જરથી દીપક પૂનિયા છે.

સોનીપતથી સોનમ મલિક, રવિ દહિયા અને દાદરીથી વિનેશ ફોગાટનો(Vinesh Phogat) સમાવેશ થાય છે.જ્યારે જીંદથી અંશુ મલિક અને સોનીપતથી બજરંગ પૂનિયા.(Bajarang Puniya)  ઉપરાંત એથ્લેટિક્સમાં (Athletics)પણ ઝજ્જર શહેરથી રાહુલ, સંદીપ કુમાર.આપને જણાવવું રહ્યું કે ગોલ્ડ મેડલ વિજેત નીરજ ચોપરા પણ હરિયાણાના પાનિપતનો રહેવાસી છે. મહિલા હોકી ટીમની વાત કરવામાં આવે તો રાની રામપાલ કુરોક્ષેત્રમાંથી અને નવજોત અને નવનીત સોનીપતની રહેવાસી છે.મેન્સ હોકીમાં પણ સુમિત સોનીપતથી અને કુરુક્ષેત્રમાંથી સુરેન્દ્ર કુમાર છે.

ખેલાડીઓને રકમ સાથે સરકારી નોકરી પણ આપવામાં આવશે

હરિયાણા સરકારે ટોક્યો ઓલિમ્પિકના મેડલ વિજેતાઓને રોકડ રકમ સાથે સરકારી નોકરીઓ અને જમીન પણ ઓછી કિંમતે આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન મનોહર લાલની સરકારે રાજ્યના ખેલાડીઓ માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

સીએમ મનોહર લાલે જણાવ્યું હતુ કે, સ્પોર્ટ્સ પોલિસી મુજબ(Sports Policy) સિલ્વર મેડલ જીતનાર કુસ્તીબાજ રવિ દહિયાને 4 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સાથે, પ્રથમ વર્ગની સરકારી નોકરી અને શહેરી વિકાસ સત્તા પ્લોટ આપવામાં આવશે.ઉપરાંત ગોલ્ડ મેડલ વિજેતા નિરજ ચોપરાને 6 કરોડ રુપિયા આપવામાં આવશે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : નીરજે ગોલ્ડ મેડલ, તો બજરંગ પુનિયા બ્રોન્ઝ મેડલ જીત્યો,ગોલ્ફર અદિતિ અશોક ન જીતી શકી મેડલ

આ પણ વાંચો: Neeraj Chopra ના ગોલ્ડ પર ઝુમી ઉઠ્યા દિગ્ગજ ક્રિકેટરો, ગીત ગાયુ અને ઠુમકા પણ લગાવ્યા, જુઓ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">