Gujarat Riots: ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા? અમિત શાહે જણાવ્યું મૂળ કારણ

શાહનું નિવેદન સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક દિવસ બાદ આવ્યું છે જેમાં કોર્ટે ગુજરાત રમખાણો(Gujarat Riots 2002)ને લઈને પીએમ મોદી વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે જાણીએ કે ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા?

Gujarat Riots: ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા? અમિત શાહે જણાવ્યું મૂળ કારણ
Gujarat Riots, Amit Shah InterviewImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 2:02 PM

20 વર્ષના લાંબા બ્રેક બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Home Minister Amit Shah)2002ના ગુજરાત રમખાણો પર પોતાનું મૌન તોડ્યું છે. ગૃહમંત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ રમખાણો દરમિયાન શું થયું. શાહે કહ્યું કે ગુજરાત રમખાણો(Gujarat Riots 2002)ને લઈને પીએમ અને ભાજપ સરકાર પરના તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે આને ભાજપ અને પીએમ મોદીને બદનામ કરવાનું આયોજનબદ્ધ કાવતરું ગણાવ્યું હતું. શાહનું નિવેદન સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક દિવસ બાદ આવ્યું છે જેમાં કોર્ટે ગુજરાત રમખાણોને લઈને પીએમ મોદી (PM Narendra Modi)વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે જાણીએ કે ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા?

ગોધરા ટ્રેન સળગાવવી એ રમખાણોનું મૂળ કારણ

ગુજરાત રમખાણોનું મૂળ કારણ જણાવતા ગૃહમંત્રીએ કહ્યું કે ગોધરા ટ્રેન સળગાવવાના કારણે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે 16 દિવસના બાળક સહિત 59 લોકોને સળગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તેનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો. શાહે જણાવ્યું હતું કે રમખાણો ન ફેલાય તે માટે ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પરિવારો દ્વારા મૃતદેહોને બંધ એમ્બ્યુલન્સમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

શાહે આ દરમિયાન કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે મોદીજીએ SIT સમક્ષ હાજર થઈને નાટક નથી કર્યું – મારા સમર્થનમાં સામે આવો, ધારાસભ્યો અને સાંસદોને બોલાવો અને ધરણા કરો. જો એસઆઈટી સીએમને પૂછપરછ કરવા માંગતી હતી, તો તેઓ પોતે સહકાર આપવા તૈયાર હતા. આખરે વિરોધ થાય પણ શા માટે?

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આરોપ લગાવનાર પીએમ મોદીની માફી માંગે: અમિત શાહ

ગુજરાત રમખાણોના મામલામાં પીએમ મોદી પર આરોપ લગાવનારાઓની માફી માંગવાની વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ પછી કોઈએ ધરણા કર્યા ન હતા અને અમે કાયદાને સહયોગ આપ્યો અને મારી પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ ધરણાં-પ્રદર્શન થયા ન હતા. જે લોકોએ આ મામલે મોદીજી પર આરોપ લગાવ્યા હતા, જો તેમની અંતરાત્મા હોય તો તેમણે મોદીજી અને બીજેપી નેતાની માફી માંગવી જોઈએ.

ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રમખાણોને લઈને ન્યૂઝ એજન્સી ANI સાથે ખાસ ઈન્ટરવ્યુ આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે. મેં પીએમ મોદીનું દર્દ નજીકથી જોયું છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">