Gujarat Riots: દોઢ દાયકા સુધી નરેન્દ્ર મોદીએ ‘નિલકંઠ’બનીને ખોટા આરોપોનું વિષપાન કર્યુ, આરોપો લગાડનારામાં નૈતિકતા બચી હોય તો માફી માગે- અમિત શાહ
આ ખાસ વાતચીતમાં ગૃહમંત્રી શાહે સુપ્રીમ કોર્ટના નિર્ણય, મીડિયાની ભૂમિકા, એનજીઓના રાજકીય પક્ષો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની ન્યાયતંત્રમાંની શ્રદ્ધા વિશે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે.
ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહે(Home Minister Amit Shah) શનિવારે ન્યૂઝ એજન્સી ANI સાથેની ખાસ મુલાકાતમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે(Supreme Court)તમામ આરોપોને ફગાવી દીધા છે. સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે. મેં પીએમ મોદીનું દર્દ નજીકથી જોયું છે. ગુજરાત રમખાણો 2002(Gujarat Riots 2002)ને રાજકીય ચશ્માથી જોવામાં આવ્યું હતું. તેમજ ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે પીએમ મોદી પર ખોટા આરોપો લગાવનારાઓ પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.
રમખાણો અંગેના આરોપને નકારી કાઢતા અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. તમે કહી શકો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સાબિત થયું છે કે તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. કોર્ટે નિર્ણય લીધો કે સરકારે શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો કર્યા છે. ગુજરાતના રમખાણોને રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા હતા.
રમખાણો શરૂ થયા બાદ સેનાને બોલાવવામાં વિલંબના આરોપ પર અમિત શાહે કહ્યું કે જે દિવસે ગુજરાત બંધ હતું, એ જ દિવસે સેનાને બોલાવવામાં આવી હતી. અમે કાર્યવાહીમાં વિલંબ કર્યો નથી.
સત્ય સોનાની જેમ ચકમતું રહ્યું: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 18-19 વર્ષની લડાઈ, દેશના આટલા મોટા નેતા એક પણ શબ્દ બોલ્યા વિના, ભગવાન શંકરના વિષપાનની જેમ ગળામાં ઉતારીને સહન કરી લડતા રહ્યા અને આજે જ્યારે આખરે સત્ય સોનાની જેમ ચમકી રહ્યું છે, તેથી હવે આનંદ આવી રહ્યો છે.
પીએમ મોદી પર લાગેલા આરોપ અંગે અમિત શાહે કહ્યું, “મેં મોદીજીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી, તેથી બધું સાચું હોવા છતાં, અમે કંઈ બોલીશું નહીં. ખૂબ જ મજબૂત મનના માણસ જ આ સ્ટેન્ડ લઈ શકે છે.”
આરોપ લગાવનાર પીએમ મોદીની માફી માંગે: અમિત શાહ
ગુજરાત રમખાણોના મામલામાં પીએમ મોદી પર આરોપ લગાવનારાઓની માફી માંગવાની વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ પછી કોઈએ ધરણા કર્યા ન હતા અને અમે કાયદાને સહયોગ આપ્યો અને મારી પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ ધરણાં-પ્રદર્શન થયા ન હતા. જે લોકોએ આ મામલે મોદીજી પર આરોપ લગાવ્યા હતા, જો તેમની અંતરાત્મા હોય તો તેમણે મોદીજી અને બીજેપી નેતાની માફી માંગવી જોઈએ.
ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રમખાણોને લઈને ન્યૂઝ એજન્સી ANI સાથે ખાસ ઈન્ટરવ્યુ આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે. મેં પીએમ મોદીનું દર્દ નજીકથી જોયું છે.
SC થી PM મોદી સહિત 63 અન્ય લોકોને મળી ક્લિન ચીટ
2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય 63 લોકોને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી.
આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ગુજરાતમાં 2002ના રમખાણો અંગે ખોટા ઘટસ્ફોટ કરીને સનસનાટી ફેલાવવા બદલ રાજ્ય સરકારના અસંતુષ્ટ અધિકારીઓને કાયદાના કટઘેરામાં લાવવાની જરૂર છે અને તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ.
સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે તે રાજ્ય સરકારની દલીલમાં દમ નજર આવે છે કે સંજીવ ભટ્ટ (તત્કાલીન આઈપીએસ અધિકારી), હરેન પંડ્યા (ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન) અને આરબી શ્રીકુમાર (હવે નિવૃત્ત આઈપીએસ અધિકારી)ની જુબાની માત્ર આ મામલાને સનસનાટીભર્યા અને રાજનીતિકરણ કરવા માટે હતું, જ્યારે તે જૂઠાણાંથી ભરેલું હતું. હરેન પંડ્યાની 26 માર્ચ 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે મોર્નિંગ વોક દરમિયાન ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.