ગુજરાત રમખાણોને રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા, વડાપ્રધાન મોદીની પાછળ પડી હતી લેફ્ટ ગેંગ: રવિશંકર પ્રસાદ

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગુજરાતના રમખાણોને રાજકીય લેન્સથી જોવામાં આવ્યા છે. પીએમ મોદી પર જાણી જોઈને ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા.

ગુજરાત રમખાણોને રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા, વડાપ્રધાન મોદીની પાછળ પડી હતી લેફ્ટ ગેંગ: રવિશંકર પ્રસાદ
Ravishankar prasadImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 5:06 PM

સુપ્રીમ કોર્ટે 2002માં રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અન્ય કેટલાકને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરી (Zakia Jafri) દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે. 2002 (2002 Gujarat Riots)માં ગુજરાતમાં રમખાણોની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી. આનાથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટી રાહત મળી છે. ત્યારે બીજી તરફ ભાજપે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાણી જોઈને આરોપો લગાવાયા છે, વડાપ્રધાન પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા, સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન મોદીને ક્લીન ચીટ આપી છે અને વડાપ્રધાનને દોષિત ગણાવનારી અરજી ફગાવી દેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગુજરાતના રમખાણોને રાજકીય લેન્સથી જોવામાં આવ્યા છે. પીએમ મોદી પર જાણી જોઈને ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે લેફ્ટ ગેંગ નરેન્દ્ર મોદી પાછળ પડી હતી. પરંતુ SITએ PM મોદીને ક્લીનચીટ આપી દીધી છે. તેમણે કહ્યું કે હવે આ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ગુજરાત રમખાણોના મામલામાં ઝાકિયા જાફરીની અરજીમાં કોઈ દમ નથી.

રવિશંકર પ્રસાદે કહ્યું કે ઝાકિયા જાફરીએ એવો કેસ કર્યો હતો કે ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે તિસ્તા સેતલવાડ ઝાકિયા જાફરીથી દૂર છે, તેમનું કામ મોદી સરકારનો વિરોધ કરવાનું છે. આ મામલામાં સમગ્ર ડાબેરી ગેંગ નરેન્દ્ર મોદીની પાછળ હતી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી 12 વર્ષ સુધી ગુજરાતના સીએમ હતા અને 9 વર્ષથી દેશના વડાપ્રધાન છે. આ મામલે સાત એજન્સીઓએ તપાસ કરી હતી. રવિશંકર પ્રસાદે ડાબેરીઓ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઝાકિયા જાફરીને બંને પક્ષોનું સમર્થન છે.

વડાપ્રધાન વિરુદ્ધ ષડયંત્ર ખત્મ કરો: રવિશંકર પ્રસાદ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદી વિરુદ્ધ નકલી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન ગુજરાત રમખાણોના કેસની તપાસ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પીએમ પર જાણી જોઈને ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે. એસઆઈટીએ પીએમને ક્લીનચીટ પણ આપી હતી. તેમણે કહ્યું કે પીએમ વિરુદ્ધ 2001-02થી ચાલી રહેલા ષડયંત્રનો હવે અંત આવવો જોઈએ.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">