રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર : દેશમાં પ્રથમ Grain ATM નો થયો પ્રારંભ, હવે ATM દ્વારા જ મળી રહેશે અનાજ

TV9 GUJARATI

|

Updated on: Oct 13, 2021 | 6:34 PM

હરિયાણાના ગુરુગ્રામમાં દેશના પ્રથમ Grain Atm નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી હવે રેશન કાર્ડ ધારકોને Atm દ્વારા જ અનાજ મળી રહેશે.

રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર : દેશમાં પ્રથમ Grain ATM નો થયો પ્રારંભ, હવે ATM  દ્વારા જ મળી રહેશે અનાજ
Grain ATM (File Photo)

Follow us on

Grain ATM : હવે ગ્રાહકો માટે રેશન કાર્ડ ધારકોને ખાદ્ય પુરવઠા વિભાગના ચક્કર લગાવવા પડશે નહીં કે ન તો તમારે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડશે. કારણ કે હવે Grain Atm દ્વારા જ અનાજ મળી રહેશે. હરિયાણાના ગુરુગ્રામમાં દેશનું પ્રથમ ‘Grain Atm’ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થાપવામાં આવ્યું છે. આ મશીનના ખાસિયત એ છે કે, માત્ર પાંચથી સાત મિનિટમાં  70 કિલો અનાજ આ Atm દ્વારા મેળવી શકાય છે.

રેશન કાર્ડ ધારકોએ હવે લાંબી કતારોમાંથી મળશે મુક્તિ

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ (Deputy Chief Minister Dushyant Chautala)જણાવ્યું હતું કે, હવે ગ્રાહકોને અનાજ મેળવવા માટે સરકારી રેશન ડેપોની સામે કતારમાં ઉભા રહેવુ નહીં પડે, કારણ કે હરિયાણા સરકારે રેશન કાર્ડ ધારકો માટે Grain Atm શરુ કર્યુ છે. કાર્ડ ધારકો માત્ર તેનો રેશન કાર્ડ નંબર (Ration Card Number) દાખલ કરીને હવેથી અનાજ મેળવી શકશે.હરિયાણામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજ્ય સરકારે ફારુક નગર, ગુરુગ્રામમાં પ્રથમ અનાજ એટીએમની સ્થાપના કરી છે, જે બેંક એટીએમની (Bank ATM) જેમ જ કામ કરશે. ગ્રાહકો અંગૂઠા દ્વારા પંચ કરીને પણ અનાજ મેળવી શકશે.

કેવી રીતે કામ કરશે આ મશીન ?

આ એક ઓટોમેટિક મશીન છે, જે બેંક એટીએમની જેમ કામ કરે છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (United Nations world Programme) હેઠળ આ મશીન લોન્ચ કરવામાં આવ્યુ છે. રેશન કાર્ડ (Ration Card) ધારકો પંચ કરીને તેમજ રેશન કાર્ડ નંબર દાખલ કરીને સરળતાથી અનાજ મેળવી શકશે. આ મશીનની વિશેષતા એ છે કે,માત્ર પાંચથી સાત મિનિટમાં 70 કિલો અનાજ આ Atm દ્વારા મેળવી શકાય છે.

બાયોમેટ્રિક ચકાસણી

મશીનમાં ટચ સ્ક્રીન સાથે બાયોમેટ્રિક મશીન (Biometric Machine) છે, જ્યાં લાભાર્થીએ આધાર અથવા રેશનકાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે. બાયોમેટ્રિક્સ દ્વારા ખાતરી કરવા પર, સરકાર દ્વારા લાભાર્થીઓને સૂચવવામાં આવેલ અનાજ જાતે મશીન હેઠળ સ્થાપિત થેલીઓમાં ભરાશે. આ મશીન દ્વારા ત્રણ પ્રકારના અનાજ ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ કરી શકાય છે.

આ પણ વાંચો : જલંધરના સંબોધનમાં કેજરીવાલે શાસક પક્ષ પર કર્યા પ્રહાર, નાગરિકોને કહ્યુ ” એક વાર AAP ને મોકો આપીને જુઓ, તમે બધુ ભુલી જશો “

આ પણ વાંચો :  શું ડોક્યુમેન્ટ વગર પણ આધાર કાર્ડ અપડેટ થઈ શકે ? આ પ્રોસેસથી કોઈપણ ડોક્યુમેન્ટ વગર અપડેટ કરી શકશો

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati