શું ડોક્યુમેન્ટ વગર પણ આધાર કાર્ડ અપડેટ થઈ શકે ? આ પ્રોસેસથી કોઈપણ ડોક્યુમેન્ટ વગર અપડેટ કરી શકશો

સામાન્ય રીતે આધાર કાર્ડમાં લિંક કરાવેલો મોબાઈલ નંબર બદલાઈ જાય ત્યારે લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ ડોક્યુમેન્ટ વગર પણ આધારકાર્ડ અપડેટ થઈ શકે છે.

શું ડોક્યુમેન્ટ વગર પણ આધાર કાર્ડ અપડેટ થઈ શકે ? આ પ્રોસેસથી કોઈપણ ડોક્યુમેન્ટ વગર અપડેટ કરી શકશો
Aadhaar Card (File Photo)

Aadhaar Card Update: UIDAI દ્વારા જારી કરવામાં આવેલુ આધારકાર્ડ ભારતમાં રહેતા દરેક નાગરિક માટે ફરજિયાત છે. આધાર દ્વારા તમે બેંકમાં ખાતું ખોલી શકો છો. આ સિવાય અન્ય નાણાકીય કામો માટે પણ પાનકાર્ડ નાગરિકો માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.

 

ઉપરાંત આજના સમયમાં તમામ સરકારી સુવિધાઓનો(Government Scheme) લાભ લેવા માટે આધાર ફરજિયાત છે. સરકાર તમામ નાગરિકોને આ બાયોમેટ્રિક યુનિક આઈડેન્ટિટી કાર્ડ (Unique Identity Card) આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

 

જો આધારકાર્ડમાં લિંક કરાવેલો મોબાઈલ નંબર(Mobile number) જો બદલાય જાય તો એ આધારકાર્ડમાં અપડેટ કરવો જરૂરી બને છે. જો કે અમુક ડોક્યુમેન્ટ ન હોવાને કારણે નાગરિકો મુશ્કેલી અનુભવતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશુ કે કોઈપણ ડોક્યુમેન્ટ વગર કઈ રીતે આધાર કાર્ડ અપડેટ (Aadhaar Card Update) કરી શકાય છે.

આ પ્રોસેસથી કોઈ પણ ડોક્યુમેન્ટ વગર આધાર કાર્ડ અપડેટ કરી શકશો

-સૌપ્રથમ આધાર કેન્દ્ર પર જાઓ.
-કેન્દ્ર તમને ફોન નંબર લિંક કરવા માટે એક ફોર્મ આપશે.
-જરૂરી વિગત ભરીને આ કરેક્શન ફોર્મ 25 રૂપિયા ફી આપીને જમા કરાવવાનું રહેશે.
-ત્યારબાદ કેન્દ્ર દ્વારા તમને એક સ્લિપ આપવામાં આવશે. જેમાં તમારો અપડેટ રિકવેસ્ટ નંબર હશે.
-આ રિકવેસ્ટ નંબરથી તમે ચેક કરી શકશો કે નવો નંબર ફોન સાથે લિંક થયો છે કે નહીં.
-ત્રણ મહિનામાં તમારું આધાર કાર્ડ નવા નંબર સાથે લિંક કરવામાં આવશે.
-તમારું આધાર નવા નંબર સાથે લિંક થઈ જશે, ત્યારે OTP આવશે.
-આ OTPનો ઉપયોગ કરીને તમે અપડેટ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

 

 

આ પણ વાંચો : વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર બનશે : IMF ની રિપોર્ટમાં 8.5% ગ્રોથરેટનો ઉલ્લેખ

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, આ રીતે ચેક કરો તમારા શહેરના ભાવ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati