Breaking news : સટ્ટાબાજી સામે સરકારનું આકરુ વલણ, મહાદેવ સહીતની 22 એપ-વેબસાઈટ કરી દીધી બ્લોક
મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MEITY) એ મહાદેવ એપ સહિત કુલ 22 એપ્સને બ્લોક કરવાનો આદેશ જાહેર કર્યો છે. મંત્રાલયે કહ્યું છે કે ED દ્વારા કરવામાં આવેલી વિનંતી બાદ 22 એપ્સને બ્લોક કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મહાદેવ એપ સાથે જોડાયેલા લોકોએ તેનો દુરપયોગ ક્રિકેટ અને અન્ય વસ્તુઓ પર સટ્ટો લગાવવા માટે શરૂ કર્યો હતો.

કેન્દ્ર સરકારે, આજે રવિવારે એક મહત્વના પગલાં તરીકે, મહાદેવ બુક અને રેડ્ડીઅન્નાપ્રિસ્ટોપ્રો સહિત કુલ 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સ સામે બ્લોક કરવાનો આદેશ જાહેર કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા કરાયેલ કાર્યવાહી, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા ગેરકાયદે સટ્ટાબાજી એપ સિન્ડિકેટ વિરુદ્ધ કરવામાં આવેલી તપાસ અને દરોડા પછી લેવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરોકટોરેટે, તેની તપાસમાં આ એપ્સના સંચાલનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું.
Centre issues blocking orders against 22 ‘illegal’ betting apps, including Mahadev Book app
Read @ANI Story | https://t.co/7OI1DbGZsa#illegalbettingapps #MahadevBookapp #BhupeshBaghel pic.twitter.com/KloZjIXEf4
— ANI Digital (@ani_digital) November 5, 2023
મહાદેવ બુક એપના માલિક હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની કસ્ટડીમાં છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મહાદેવ એપ બુકના માલિકની ધરપકડ કરવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી બાબતના રાજ્યકત્રાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે, આક્ષેપ કર્યો હતો કે, છત્તીસગઢ સરકાર પાસે આ પ્લેટફોર્મને બ્લોક કરવાની સત્તા હોવા છતાં કેન્દ્ર સરકારને મહાદેવ બુક એપ્સ બ્લોક કરવા માટે સત્તાવાર કોઈ વિનંતી મોકલી નથી.
મહાદેવ બેટિંગ એપ અંગે તપાસ કરી રહેલ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે શુક્રવારે કહ્યું હતું કે, છત્તીસગઢમાં ચૂંટણી માટે દુબઈથી કરોડો રૂપિયા મોકલવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એમ પણ કહ્યું કે દરોડા દરમિયાન ધરપકડ કરાયેલા આરોપી અસીમ દાસે ખુલાસો કર્યો છે કે, મહાદેવ બેટિંગ એપના પ્રમોટરે દુબઈથી છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને કરોડો રૂપિયા મોકલ્યા હતા.
એન્ફોર્સમેન્ડટ ડિરેક્ટોરેટે પોતાની તપાસને ટાંકીને કહ્યું કે, મહાદેવ એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને આશરે 508 કરોડ રૂપિયા આપ્યા છે. આ કેસમાં EDએ છત્તીસગઢ પોલીસના કોન્સ્ટેબલ ભીમ યાદવની પણ ધરપકડ કરી છે. ભીમ યાદવ છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વાર દુબઈની મુલાકાતે ગયો હતો. ભીમ યાદવ એવી વ્યક્તિ છે કે જેના દ્વારા બિનહિસાબી રૂપિયા રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓ સુધી પહોચાડાય છે.
