મધ્યપ્રદેશમાં રહેતા કાશ્મીરી પંડિતોને, કાશ્મીર પાછા મોકલવાની વ્યવસ્થા સરકાર કરશે

|

Mar 28, 2022 | 4:18 PM

મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે કાશ્મીરી વિસ્થાપિતોની સાથે છે. જો તે અહીંથી કાશ્મીર પરત જવા માંગે છે તો સરકાર તેમની સંપૂર્ણ મદદ કરશે. તેઓ કાશ્મીર પહોંચે ત્યાં સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં રહેતા કાશ્મીરી પંડિતોને, કાશ્મીર પાછા મોકલવાની વ્યવસ્થા સરકાર કરશે
Madhya Pradesh Home Minister Dr. Narottam Mishra

Follow us on

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ક્યારેક સરકારી અધિકારીઓ તો ક્યારેક મંત્રીઓ ફિલ્મ The Kashmir Files’ ને લઈને કોઈને કોઈ નિવેદન આપી રહ્યા છે. સોમવારે મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ (Madhya Pradesh Home Minister Dr. Narottam Mishra ) મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એક મીડિયા કર્મી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે જો મધ્ય પ્રદેશમાં રહેતા કાશ્મીરી પંડિત (Kashmiri Pandit) ભાઈઓ અને બહેનો કાશ્મીર પાછા જવા માંગતા હોય તો તેમણે ગૃહ વિભાગને જાણ કરવી જોઈએ. તેમના પરત આવવાની ખાતરી કરવા સાથે સરકાર તેમને કાશ્મીર મોકલવાની વ્યવસ્થા પણ કરશે. ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખા (Vivek Tankha), જેમણે કહ્યું હતું કે તેમણે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોઈ નથી, તેઓને મધ્યપ્રદેશમાં રહેતા કાશ્મીરી પંડિતોની યાદી આપવા વિનંતી છે, કે જેઓ કાશ્મીર પાછા જવા માગે છે.

આ અંગે નરોત્તમ મિશ્રાએ પણ ટ્વીટ કર્યું છે. આ સાથે તેણે આ ટ્વીટમાં વિવેક તન્ખાને પણ ટેગ કર્યા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે કાશ્મીરી વિસ્થાપિતો સાથે છે. જો તેઓ અહીંથી કાશ્મીર પરત જવા માંગે છે તો સરકાર તેમની સંપૂર્ણ મદદ કરશે. તેઓ કાશ્મીર પહોંચે ત્યાં સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવશે અને સરકાર તરફથી તેઓ જે પણ મદદ ઈચ્છે છે તે આપવામાં આવશે. આ મામલે કોઈ રાજનીતિ ન થવી જોઈએ. આ માનવ સેવા અને લાગણીની વાત છે, આ માટે દરેકે હકારાત્મક અભિગમ રાખવો જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જણાવી દઈએ કે તાજેતરમાં જ વિવેક તન્ખાએ રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર વિનિયોગ બિલ 2022 અને જમ્મુ અને કાશ્મીર વિનિયોગ બિલ પર ચર્ચામાં બાગ લીધો હતો. આ સાથે તેમણે જમ્મુ-કાશ્મીરના સર્વશ્રેષ્ઠ વિકાસ અને ઉત્થાન માટે સરકારને સૂચનો પણ આપ્યા અને કહ્યું કે કાશ્મીરની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. સરકારી અધિકારીઓ ક્યાં સુધી કાશ્મીર ચલાવશે? લોકતાંત્રિક સરકારની કાશ્મીરમાં જરૂર છે.

આ પણ વાંચોઃ

બીરભૂમ હિંસા મુદ્દે બંગાળ વિધાનસભા સમરાંગણમાં ફેરવાઈ, BJP-TMC ના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ, MLA ના કપડા ફાડી નખાયા

આ પણ વાંચોઃ

પ્રમોદ સાવંતે સતત બીજી વાર ગોવાના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

Next Article