ખેડૂતો માટે ખુશખબરી! ખેડૂતોને હવે ખેતી કરવા માટે પૈસા આપશે બૅન્ક, સરકાર લાવશે આ પ્લાન
આગામી રવિ પાકની વાવણી દરમિયાન ખેડૂતોને બૅન્ક પાસેથી લોન લેવા માટે હવે હેરાન નહી થવું પડે. તેના માટે સરકાર આગામી 100 દિવસની અંદર ઓછામાં ઓછા 1 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોને સરળતાથી આ કાર્ડ મળે, તે માટે બૅન્કોને આવેદન મળ્યાના 2 અઠવાડિયાની અંદર આ કાર્ડ ઈસ્યુ કરવાનું રહેશે અને […]
આગામી રવિ પાકની વાવણી દરમિયાન ખેડૂતોને બૅન્ક પાસેથી લોન લેવા માટે હવે હેરાન નહી થવું પડે. તેના માટે સરકાર આગામી 100 દિવસની અંદર ઓછામાં ઓછા 1 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.
ખેડૂતોને સરળતાથી આ કાર્ડ મળે, તે માટે બૅન્કોને આવેદન મળ્યાના 2 અઠવાડિયાની અંદર આ કાર્ડ ઈસ્યુ કરવાનું રહેશે અને તેમને ખાસ શિબિર યોજીને તેનું વિતરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યમાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યો પાસે સહયોગ માગયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ સંબંધિત વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજયોના કૃષિ મંત્રીઓ સાથે વાતચીત કરી. તે દરમિયાન વડાપ્રધાન કિસાન સન્માન નિધી યોજના, લઘુ અને સીમાંત ખેડૂતો માટે ખેડૂત પેન્શન યોજના અને ઘણી અન્ય યોજનાઓ પર ચર્ચા થઈ.
સૌથી વધારે ચર્ચા કિસાન ક્રેડિટ કાર્ડ પર થઈ હતી. તેમને 100 દિવસની અંદર કેન્દ્ર સરકારના આ લક્ષ્યને પુરૂ કરવા માટે રાજ્ય સરકાર પાસે સહયોગ માંગ્યો છે. હાલમાં દેશમાં લગભગ 6.95 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ જ સક્રિય છે.
આ પણ વાંચો: જાણો ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે SCO સંગઠન, કેવી રીતે ભારત સામેલ થયું?
ખેડૂત જો કોઈ મહાજન પાસેથી ઉધાર પૈસા લે છે તો ખેડૂતને લગભગ વાર્ષિક 24 ટકા વ્યાજ ચૂકવવુ પડે છે પણ KCC દ્વારા લોન લેવા પર ખેડૂતને વર્ષે 4 ટકા વ્યાજ જ ચૂકવવુ પડશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]