આ રાજ્યની યુનિવર્સિટીનો મોટો નિર્ણય, વિદ્યાર્થિનીઓને પીરિયડ્સની મળશે 6 દિવસ રજા
પીરિયડ્સના સમયગાળા દરમિયાન છોકરીઓ અને મહિલાઓને આરામની અને રાહતની સખત જરૂર હોય છે, પરંતુ સમાજમાં આ મુદ્દા પર ખુલીને ચર્ચા કરવામાં આવતી નથી. શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી અને બિન-સરકારી કચેરીઓમાં પીરિયડ્સની રજા માટે કોઈ જોગવાઈ નથી, તેથી ધર્મશાસ્ત્ર નેશનલ લો યુનિવર્સિટી, જબલપુરના આ નિર્ણયને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશના જબલપુર ધર્મશાસ્ત્ર નેશનલ લો યુનિવર્સિટીની વિદ્યાર્થિનીના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે દેશમાં પહેલી વાર કોઈ સંસ્થાએ આ નિર્ણય કર્યો છે. ઘણા સમયથી યુવતીઓ અને મહિલાઓના પીરિયડ્સ એટલે કે માસિક ધર્મના સમયગાળા દરમિયાન રજાને લઈને ચર્ચા કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો : Vadodara: MS યુનિવર્સિટીમાં નમાઝના Viral Video નો મામલો, સત્તાધીશોએ ઘટનાની લીધી ગંભીર નોંધ
ધર્મશાસ્ત્ર નેશનલ લો યૂનિવર્સિટીના આ નિર્ણયથી નવું ધોરણ સ્થાપિત થઈ શકે છે. યુનિવર્સિટી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થિનીઓને રજા આપવાનો આદેશ પસાર કરવામાં આવ્યો છે.
ધર્મશાસ્ત્ર નેશનલ લો યુનિવર્સિટીના આ નિર્ણય અનુસાર અહીંની વિદ્યાર્થિનીઓને પીરિયડ્સ દરમિયાન સેમેસ્ટર મુજબ રજા મળશે. લો યુનિવર્સિટીના આ નિર્ણયને વિદ્યાર્થીનીઓએ પણ ખુલ્લેઆમ આવકાર્યો છે.
વિદ્યાર્થીનીઓને 6 દિવસની રજા મળશે
ધર્મશાસ્ત્ર નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણના ડીન પ્રવીણ ત્રિપાઠીએ પણ આ અંગે લેખિત આદેશ જાહેર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીંની વિદ્યાર્થિનીઓ ઘણા સમયથી પીરિયડ્સની રજાની માગણી કરી રહી હતી. યુનિવર્સિટી પ્રશાસને ઘણો વિચાર-વિમર્શ કર્યા પછી આ નિર્ણય લીધો છે. જે મુજબ સેમેસ્ટર પ્રમાણે પીરિયડ્સ દરમિયાન 6 દિવસની રજા આપવામાં આવશે. આના કારણે રજા લેતી વખતે ન તો વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ નુકસાન થશે અને ન તો તેમની હાજરી પર કોઈ અસર થશે.
કાયદાની જોગવાઈઓ મુજબ રજાઓ
ધર્મશાસ્ત્ર નેશનલ લો યુનિવર્સિટીના પ્રિન્સિપાલ શૈલેષ એન હેડલીનું કહેવું છે કે આ નિર્ણય એક્ટની જોગવાઈઓ અનુસાર લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની સુવિધાઓ અંગે વહીવટીતંત્ર નિર્ણય લઈ શકે છે. તેના આધારે 6 થી 7 વિવિધ કેટેગરી બનાવવામાં આવી છે. જેના આધારે વિદ્યાર્થિનીઓને રજા આપવામાં આવશે.
વિદ્યાર્થીનીઓએ રજા માટે કરી હતી અરજી
લો યુનિવર્સિટીના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે. વિદ્યાર્થીઓએ તેમની યુનિવર્સિટીના વહીવટીતંત્ર અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિનીઓએ પણ પીરિયડ્સની રજા માટે અરજી કરવાનું શરૂ કરી દીધું છે. ગર્લ સ્ટુડન્ટ્સનું માનવું છે કે, માસિક ધર્મ દરમિયાન તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે મુશ્કેલ દિવસોમાં શારીરિક અને માનસિક રાહત મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.