AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી હંમેશા રાજકારણીની જેમ વર્ત્યા, ક્યારેય બદલાની રાજનીતિ નથી કરી: ગુલામ નબી આઝાદ

ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે પીએમ મોદીને ઉદારવાદી ગણાવ્યા છે. ત્યારે તેમણે કોંગ્રેસના જી-23 નેતાઓ ભાજપની નજીક હોવાના આરોપને નકારી કાઢ્યો.

PM મોદી હંમેશા રાજકારણીની જેમ વર્ત્યા, ક્યારેય બદલાની રાજનીતિ નથી કરી: ગુલામ નબી આઝાદ
Ghulam Nabi Azad
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 7:23 PM
Share

રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે પીએમ મોદીને ઉદારવાદી ગણાવ્યા છે. ત્યારે તેમણે કોંગ્રેસના જી-23 નેતાઓ ભાજપની નજીક હોવાના આરોપને નકારી કાઢ્યો. તેમણે કહ્યું કે વિપક્ષના નેતા તરીકે મેં CAA, હિજાબ વિવાદ અને આર્ટિકલ 370 જેવા અનેક મુદાઓ પર મેં તેમના પર ખુબ પ્રહારો કર્યાં હતા, પરંતુ PM મોદીએ ક્યારેય પણ બદલાની ભાવનાથી કામ નથી કર્યું. તેમણે હંમેશા એક રાજનેતા જેવો વ્યવહાર કર્યો છે.

આ પણ વાંચો: Bharuch : દહેજમાં સુરક્ષા વિના ભૂગર્ભ ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા, કોની લાપરવાહી ઘટના પાછળ જવાબદાર?

“વિપક્ષના નેતા તરીકે, મેં પીએમ મોદીને બક્ષ્યા નથી”

ANI સાથે વાત કરતા ગુલામ નબી આઝાદે કહ્યું, “મેં મોદી સાથે જે કર્યું તેનો શ્રેય મારે મોદીને આપવો જોઈએ. તે ખૂબ જ ઉદાર છે. વિપક્ષના નેતા તરીકે, મેં તેમને કોઈપણ મુદ્દા પર છોડ્યા નથી, પછી તે કલમ 370 હોય કે CAA હોય કે પછી હિજાબ હોય.

“મોદી રાજકારણીની જેમ વર્ત્યા”

આઝાદે કહ્યું, “હું તેમના કેટલાક બિલોને સંપૂર્ણપણે નિષ્ફળ કરી ગયો, પરંતુ મારે તેમને શ્રેય આપવો જોઈએ કે તેઓ રાજકારણીની જેમ વરત્યા, બદલો લીધો ન હતો.”

G-23 પર આઝાદે શું કહ્યું?

તેઓ અને G-23 નેતાઓ ભાજપની નજીક હોવાના આરોપ પર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જેઓ આવું કહે છે તેઓ મૂર્ખ છે. G23 ભાજપના પ્રવક્તા હતા તો કોંગ્રેસે તેમને સાંસદ કેમ બનાવ્યા? શા માટે તેમને સાંસદ, મહામંત્રી અને પદાધિકારી બનાવવામાં આવ્યા છે? હું એકલો છુ જેમને પાર્ટી બનાવી છે બાકીના લોકો હજુ ત્યાં જ છે. આ એક દૂર્ભાવનાપૂર્ણ, અપરિપક્વ આરોપ છે.

આઝાદે ગયા વર્ષે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું

આપને જણાવી દઈએ કે, ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટ 2022ના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે સોનિયા ગાંધીને પાંચ પાનાનો રાજીનામાનો પત્ર મોકલ્યો હતો. પોતાના પત્રમાં તેમણે કહ્યું હતું કે ભારત જોડો યાત્રાને બદલે રાહુલ ગાંધીએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.

 રાષ્ટ્રીય સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                                              દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">