ગૌતમ ગંભીર બન્યા દિલ્હીના સૌથી અમીર ઉમેદવાર, આટલી છે તેમની સંપતિ
રાજધાની દિલ્હીમાં આ વખતે લોકસભા ચૂંટણી ખુબ રસપ્રદ થઈ રહી છે. દિલ્હીમાં આ ચૂંટણીમાં ક્રિકેટર, બોક્સર, અભિનેતા અને નેતા બધા જ ચૂંટણી લડી રહ્યાં છે. બધા જ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી દીધુ છે. આ બધા જ ઉમેદવારોમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સૌથી અમીર ઉમેદવાર છે અને તેમની કુલ સંપતિ 147 કરોડ રૂપિયા છે. તેની […]
રાજધાની દિલ્હીમાં આ વખતે લોકસભા ચૂંટણી ખુબ રસપ્રદ થઈ રહી છે. દિલ્હીમાં આ ચૂંટણીમાં ક્રિકેટર, બોક્સર, અભિનેતા અને નેતા બધા જ ચૂંટણી લડી રહ્યાં છે.
બધા જ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી દીધુ છે. આ બધા જ ઉમેદવારોમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સૌથી અમીર ઉમેદવાર છે અને તેમની કુલ સંપતિ 147 કરોડ રૂપિયા છે. તેની સાથે જ હવે ગૌતમ ગંભીર હવે ટ્વિટર પર ચોકીદાર ગૌતમ ગંભીર બની ગયા છે.
લગભગ એક મહિના પહેલા ભાજપમાં જોડાયેલા ગૌતમ ગંભીરે ઉમેદવારી પત્ર ભર્યા પછી તેમના નામની સાથે ચોકીદાર જોડી દીધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન હેઠળ ભાજપ પાર્ટીના દરેક નેતા તેમના નામની આગળ ચોકીદાર જોડી રહ્યાં છે.
આ પણ વાંચો: એવું તે શું થયું કે આ મતદાન મથક પર ફરીથી થશે મતદાન!
ગૌતમ ગંભીર પહેલીવાર દિલ્હી પૂર્વથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમને 2017-18ના ઈન્કમ ટેક્ષ રિટર્નમાં લગભગ 12.40 કરોડ રૂપિયાની આવક બતાવી છે. તેમની પત્નીએ તેમના ઈન્કમ ટેક્ષ રિટર્નમાં 6.15 લાખ રૂપિયાની આવક બતાવી છે. તેમને 147 કરોડ રૂપિયાની સંપતિ હોવાની જાહેરાત ઉમેદવારી પત્રમાં કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]