Rahul Gandhiએ પત્રકાર પરિષદમાં કર્યો સૌથી મોટો આક્ષેપ, ગૌતમ અદાણી દેશના સૌથી ભ્રષ્ટ વ્યક્તિ, મોદી-અદાણી વચ્ચે જૂના સંબંધો
રાહુલ ગાંધીનું લોકસભામાંથી સભ્યપદ રદ થયું છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદમાં આક્રમક નિવેદનો આપ્યા હતા. જેમાં મોટાભાગે તેમણે અદાણી ગ્રુપ પર જ ચાબખા માર્યા છે.
રાહુલ ગાંધી આજે પત્રકાર પરિષદમાં આક્રમક મિજાજમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીનું લોકસભાના સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે, પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીનું નિશાન ગૌતમ અદાણી જ રહ્યા હતા. અને, તેમણે એક નિવેદનમાં રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને દેશના સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા હતા. આ સાથે રાહુલ ગાંધીએ પત્રકારોના સવાલોના જવાબ આપતા સરકાર વિરૂદ્ધ કેટલાક નિવેદનો આપ્યા હતા. જેમાં લોકસભાનું સભ્ય પદ રદ થવા મામલે સરકારની ભૂમિકા પર રાહુલે ચાબખા માર્યા હતા.
અદાણી પાસે 20 હજાર કરોડ આવ્યા કયાંથી ? : રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે સરકારના મંત્રીઓએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મેં સ્પીકર સાહેબને કહ્યું કે આ ખોટો આરોપ છે, તમે મને બોલવા કેમ નથી દેતા. રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ.
This is the whole drama that is been orchestrated to defend the Prime Minister from the simple question- Who’s Rs 20,000 crore went to #Adani‘s shell companies? I am not scared of these threats, disqualifications or prison sentences: #Congress leader #RahulGandhi #TV9News pic.twitter.com/RlSnwogLcM
— Tv9 Gujarati (@tv9gujarati) March 25, 2023
મોદી-અદાણી વચ્ચે જૂના સંબંધો : Rahul Gandhi
રાહુલ ગાંધીએ ફરી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે મેં સંસદમાં પુરાવા આપ્યા છે. અદાણી અને મોદી વચ્ચેના સંબંધો જૂના છે. વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ પછી હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાહુલે કહ્યું કે આ લોકો મુદ્દા પરથી હટવા માંગે છે. તેઓ મેં પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા માંગતા નથી, તેથી મારી સભ્યપદ રદ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જો તેમને ત્યાંથી રાહત મળે તો તેમના માટે મોટી મુસીબત આવી શકે છે. રાહુલે કહ્યું કે સરકારના મંત્રીઓએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે મારા પર વિદેશી દળોનો હાથ છે. મેં સ્પીકર સાહેબને કહ્યું કે આ ખોટો આરોપ છે, તમે મને બોલવા કેમ નથી દેતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું ડરતો નથી, હું પ્રશ્ન પુછતો જ રહીશ
રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ કરવામાં આવી છે, કારણ કે આ લોકો મારા ભાષણથી ડરી ગયા હતા જે હું આપવાનો હતો. હું અદાણી પર બોલવા માંગતો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ્દ કરીને વિપક્ષને મોટું હથિયાર આપવામાં આવ્યું છે. મારી સદસ્યતા અકબંધ રહે કે ન રહે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું જાહેરમાં જતો રહીશ. હું મારી તપસ્યા કરતો રહીશ. મને તેનાથી કોઈ રોકી શકશે નહીં.