Breaking News: રાહુલ ગાંધીનો મોટો સવાલ, અદાણી પાસે 20,000 કરોડ રૂપિયા ક્યાથી આવ્યા ?

રાહુલે કહ્યું કે સરકારના મંત્રીઓએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મેં સ્પીકર સાહેબને કહ્યું કે આ ખોટો આરોપ છે, તમે મને બોલવા કેમ નથી દેતા. રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ.

Breaking News: રાહુલ ગાંધીનો મોટો સવાલ, અદાણી પાસે 20,000 કરોડ રૂપિયા ક્યાથી આવ્યા ?
Follow Us:
| Updated on: Mar 25, 2023 | 1:43 PM

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. રાહુલે કહ્યું કે સરકારના મંત્રીઓએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મેં સ્પીકર સાહેબને કહ્યું કે આ ખોટો આરોપ છે, તમે મને બોલવા કેમ નથી દેતા. રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ.

રાહુલ ગાંધીએ ફરી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે મેં સંસદમાં પુરાવા આપ્યા છે. અદાણી અને મોદી વચ્ચેના સંબંધો જૂના છે. વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ પછી હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાહુલે કહ્યું કે આ લોકો મુદ્દા પરથી હટવા માંગે છે. તેઓ મેં પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા માંગતા નથી, તેથી મારી સભ્યપદ રદ કરવામાં આવી છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

તેમણે કહ્યું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. અદાણી કેસ પર રાહુલે ફરી સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ભારતમાં નિયમોમાં ફેરફાર કરીને એરપોર્ટ આપવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ

માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે પછી હવે રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ છે. કોર્ટના નિર્ણય પર જલ્દી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ છે. ત્યારે હવે સજા પર પ્રતિબંધ મુકવાની માગ સાથે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. તેઓ દોષ સિદ્ધિ પર રોક લગાવવાની માગ સાથે પણ સુપ્રીમમાં જઇ શકે છે.

કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે રોષ

બીજી તરફ રાહુલ ગાંધીનું લોકસભામાં સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થતા કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. એક પછી એક કોંગ્રેસ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યુ છે કે,  તેઓએ (ભાજપ) રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવાના તમામ પ્રયાસો કર્યા. જે  સત્ય બોલે છે તેમને તેઓ રાખવા નથી માંગતા, પરંતુ અમે સત્ય બોલતા રહીશું. અમે જેપીસીની માંગણી કરવાનું ચાલુ રાખીશું, જો જરૂર પડશે તો લોકશાહી બચાવવા અમે જેલમાં જઈશું.

g clip-path="url(#clip0_868_265)">