GATE 2022 પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ, આ સરળ સ્ટેપથી કરો અરજી

|

Sep 02, 2021 | 3:50 PM

એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 2 સપ્ટેમ્બરથી સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર શરૂ થઈ છે.આ સરળ સ્ટેપથી કરો રજીસ્ટ્રેશન.

GATE 2022 પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ, આ સરળ સ્ટેપથી કરો અરજી
gate exam registration begins

Follow us on

GATE 2022 Registration :ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) પરીક્ષા માટે નોંધણી આજથી (GATE 2022 Registration) શરૂ થઈ છે. જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જઈને નોંધણી કરાવી શકે છે. અગાઉ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 30 ઓગસ્ટથી શરૂ થવાની હતી, પરંતુ ત્યારબાદ તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. નોંધણી માટેની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે.

ઉપરાંત અરજી ફોર્મ 1 ઓક્ટોબર 2021 સુધી લેટ ફી સાથે સબમિટ કરી શકાશે, આ તારીખ બાદ રજીસ્ટ્રેશની પ્રક્રિયા(Registration process)  બંધ કરવામાં આવશે. GATE 2022 ની પરીક્ષા 05 ફેબ્રુઆરી, 06 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજવામાં આવશે. જો કે, કોવિડ -19 ની સ્થિતિ અનુસાર તારીખમાં ફેરફાર થઈ શકે છે.

મહત્વની તારીખો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

1.ઓનલાઇન અરજીની (Online Application) શરૂઆતની તારીખ – 02 સપ્ટેમ્બર 2021

2.અરજી કરવાની છેલ્લી તારીખ – 24 સપ્ટેમ્બર 2021

3.લેટ ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ – 01 ઓક્ટોબર 2021

4.એપ્લિકેશનમાં સુધારો – 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2021

5.પરીક્ષાનું શહેર બદલવાની છેલ્લી તારીખ – 3 જાન્યુઆરી 2022

6.GATE પરીક્ષાની સંભવિત તારીખો – 5, 6, 12 અને 13 ફેબ્રુઆરી 2022

7.પરિણામ જાહેર (Result) કરવાની સંભવિત તારીખ – 17 માર્ચ 2022

 

GATE 2022 પરીક્ષા માટે અરજી કરવા માટે આ સ્ટેપને અનુસરો

Step 1: સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જાઓ.
Step 2: વેબસાઇટ પર આપવામાં આવેલી ‘ઓનલાઇન અરજી કરો’ લિંક પર ક્લિક કરો.
Step 3: તમારા નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરેની મદદથી રજીસ્ટ્રેશન કરો
Step 4: લોગ ઈન કરો.
Step 5: બાદમાં અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી સબમિટ કરો.
Step 6: ફોટો અપલોડ કરો અને સહી કરો.
Step 7: અરજી ફી ચૂકવો.
Step 8: બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢી લો.

 

આ પણ વાંચો: JEE Advanced 2021: JEE એડવાન્સ પરીક્ષા ઓક્ટોબરમાં યોજાશે, સંપૂર્ણ સમયપત્રક અહીં જુઓ

આ પણ વાંચો:  SSC GD Constable Recruitment 2021: આવતીકાલે જીડી કોન્સ્ટેબલની 250,00 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી

Next Article