JEE Advanced 2021: JEE એડવાન્સ પરીક્ષા ઓક્ટોબરમાં યોજાશે, સંપૂર્ણ સમયપત્રક અહીં જુઓ

જેઇઇ મેઇનના તમામ તબક્કાની પરીક્ષા બાદ હવે ઉમેદવારો જેઇઇ એડવાન્સની રાહ જોઇ રહ્યા છે.

JEE Advanced 2021: JEE એડવાન્સ પરીક્ષા ઓક્ટોબરમાં યોજાશે, સંપૂર્ણ સમયપત્રક અહીં જુઓ
JEE Advanced 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 10:08 AM

JEE Advanced 2021: જેઇઇ મેઇનના તમામ તબક્કાની પરીક્ષા બાદ હવે ઉમેદવારો જેઇઇ એડવાન્સની રાહ જોઇ રહ્યા છે. સૂચિત સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Advanced 2021) માટે નોંધણી 11 સપ્ટેમ્બર 2021થી શરૂ કરવામાં આવશે. આમાં ફક્ત તે જ ઉમેદવારો અહીં નોંધણી કરાવી શકે છે જેમણે મુખ્ય પરીક્ષા પાસ કરી હોય. કોરોના વાયરસને કારણે આ વર્ષે JEE મુખ્ય પરીક્ષા 2021 ચાર તબક્કામાં લેવામાં આવી હતી.

JEE એડવાન્સ 2021 માટેની નોંધણી પ્રક્રિયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુર દ્વારા નિયંત્રીત કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- jeeadv.ac.in દ્વારા JEE એડવાન્સ્ડ 2021 માટે અરજી કરી શકે છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખી શકાય છે કે JEE મુખ્ય 2021નું પરિણામ 10 સપ્ટેમ્બર 2021 સુધીમાં જાહેર થશે.

2.5 લાખ વિદ્યાર્થીઓ સામેલ થશે

જેઈઈ મેઈન 2021ની પરીક્ષા પાસ કરનાર ટોચના 2.5 લાખ ઉમેદવારો જેઈઈ એડવાન્સ્ડ 2021 પરીક્ષા માટે લાયક રહેશે. આ પરીક્ષા 3 ઓક્ટોબર, 2021 ના ​​રોજ યોજાનાર છે. JEE એડવાન્સ રજિસ્ટ્રેશન 2021 થી પરિણામ સુધીનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

JEE એડવાન્સનું શેડ્યૂલ

  1. રજિસ્ટ્રેશન પ્રક્રિયાની શરૂઆતની તારીખ – 11 સપ્ટેમ્બર 2021
  2. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ – 16 સપ્ટેમ્બર 2021
  3. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ – 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021
  4. JEE એડવાન્સ પરીક્ષા – 3 ઓક્ટોબર 2021
  5. JEE (એડવાન્સ) 2021ની વેબસાઇટ પર ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા જવાબોની નકલ ઉપલબ્ધ થવાની તારીખ – 5 ઓક્ટોબર 2021
  6. આન્સર કીનું ઓનલાઇન ઉપ્લબ્ધ થવાની તારીખ – 10 ઓક્ટોબર 2021
  7. ઉમેદવારો તરફથી પ્રોવિઝનલ આન્સર કી પર પ્રતિસાદ અને ટિપ્પણીઓ – 10 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર, 2021 સુધી
  8. JEE એડવાન્સ્ડ 2021ની અંતિમ આન્સર કી અને પરિણામની ઓનલાઇન ઘોષણા – 15 ઓક્ટોબર 2021
  9. આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે ઓનલાઈન નોંધણી – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર 2021
  10. આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) – 18 ઓક્ટોબર, 2021
  11. AAT પરિણામોની ઘોષણા – 22 ઓક્ટોબર 2021
  12. સીટ ફાળવણી પ્રક્રિયાની સંભવિત શરૂઆત – 16 ઓક્ટોબર 2021

પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે

JEE એડવાન્સ્ડ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ પેપર I માટે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય રહેશે. બીજી પાળીમાં પેપર II બપોરે 2.30 થી 5.30 દરમિયાન હાથ ધરવામાં આવશે. ઉમેદવારો વધુ સંબંધિત વિગતો માટે ઉમેદવારો JEE Advanced ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઇ શકો છે. આ સિવાય ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સંપૂર્ણ સમયપત્રક વાંચી શકે છે.

GATE પરીક્ષા રજીસ્ટ્રેશન થયું શરૂ

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2022 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા સોમવારથી એટલે કે 30 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માંગે છે તેઓ IIT ખડગપુર- iitkgp.ac.in, gate.iitd.ac.inની સત્તાવાર વેબસાઇટ પર જઈને (GATE Registration 2022) અરજી કરી શકે છે.

આ પણ વાંચો:  GATE Registration 2022: GATE પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા ક્યારે યોજાશે

આ પણ વાંચો: Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">