MSP Hike : તેલંગાણામાં ડાંગરના ખેડૂતોને MSPમાં વધારો થવાથી થશે મોટો ફાયદો : જી. કિશન રેડ્ડી

બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં માર્કેટિંગ સીઝન 2023-23 માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે આ નિર્ણયથી તેલંગાણાના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે.

MSP Hike : તેલંગાણામાં ડાંગરના ખેડૂતોને MSPમાં વધારો થવાથી થશે મોટો ફાયદો : જી. કિશન રેડ્ડી
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 10:55 PM

New Delhi: બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ દરમિયાન, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી તેલંગાણાના ડાંગર, મકાઈ, સૂર્યમુખી અને કપાસના ખેડૂતોને ઘણો ફાયદો થશે.

આ પણ વાચો: PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી USAમાં પણ રચશે ઈતિહાસ, અમેરિકાની સંસદને બે વાર સંબોધન કરનાર પ્રથમ વડાપ્રધાન બનશે

તેલંગાણાથી આવતા કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે વર્ષ 2014થી કેન્દ્ર સરકાર MSPમાં સતત વધારો કરી રહી છે. તેલંગાણા દેશનું બીજું સૌથી મોટું ડાંગર ઉત્પાદક રાજ્ય છે, તેથી અહીંના ખેડૂતોને ડાંગરના MSPમાં વધારાનો લાભ મળશે. 2014 અને 2023 વચ્ચે રાજ્યમાં ઉગાડવામાં આવતા મુખ્ય પાકોની MSP 60થી 80 ટકા વધી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

સૂર્યમુખી અને કપાસના ખેડૂતોને ફાયદો થયો

જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સૂર્યમુખી, કપાસ, મકાઈ અને ડાંગરની વિપુલ પ્રમાણમાં ખેતી થાય છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં સૂર્યમુખીના બીજની MSP 80 ટકા વધી છે. તે જ સમયે, કપાસના ખેડૂતોને ફાયદો પહોંચાડવામાં અને તેલંગાણાના હેન્ડલૂમ અને ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહિત કરવામાં MSP વધારવાનો ફાળો છે. 2014થી કપાસના MSPમાં 75 ટકાનો વધારો થયો છે.

અન્નદાતા એટલે ખેડૂતોની આવક પણ 2014થી વધી છે. તેલંગાણા ડાંગરનું બીજું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે અને તે મકાઈનું પણ પુષ્કળ ઉત્પાદન કરે છે. આ બંને પાકોના MSAPમાં 60 ટકા સુધીનો વધારો થયો છે.

આ પાકોની MSP વધી છે

તેલંગાણામાં ઉપલબ્ધ મુખ્ય પાકોમાં, ડાંગર-સાદાની MSP 2014માં 1360 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી, હવે તે 61 ટકા વધીને 2183 રૂપિયા ક્વિન્ટલ થઈ ગઈ છે. બીજી તરફ, ડાંગર-ગ્રેડ A પહેલા 1400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે હવે 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે, એટલે કે 57 ટકાનો વધારો થયો છે.

તેવી જ રીતે, મકાઈનો ભાવ રૂ. 1310થી રૂ. 2090 ક્વિન્ટલ, સૂર્યમુખીના બિયારણમાં 80 ટકાનો વધારો કરીને રૂ. 3750થી રૂ. 6760 પ્રતિ ક્વિન્ટલ, કપાસ (મીડિયમ સ્ટેપલ) રૂ. 3750થી રૂ. 77 ટકા વધીને રૂ. 6620 રૂપિયા ક્વિન્ટલ અને કપાસ(લોન્ગ સ્ટેપલ)ના 4050થી 73 ટકા વધીને રૂપિયા રૂ. 7020 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે.

ખેડૂતોને થયો આટલો ફાયદો

સરકારનું આ પગલું સામાન્ય બજેટ 2018-19ની ઘોષણા અનુસાર છે, જેમાં એમએસપી પાકની સરેરાશ કિંમત પર 50 ટકા વધુ હોવાનો હતો. તેલંગાણામાં ઉગાડવામાં આવતા પાક સાથે પણ આવું થયું છે.

રાજ્યમાં ડાંગર-સાદાની સરેરાશ કિંમત 1455 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે MSP 50 ટકા વધુ 2183 રૂપિયા છે. જ્યારે મકાઈની કિંમત 1394 રૂપિયા છે, જ્યારે MSP રૂપિયા 2090 ક્વિન્ટલ, સૂર્યમુખીના બીજની કિંમત 4505 રૂપિયા છે, જ્યારે MSP રૂપિયા 6760 અને કપાસ (મધ્યમ સ્ટેપલ)ની કિંમત રૂપિયા 4411 છે જ્યારે MSP રૂપિયા 6620 ક્વિન્ટલ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">