Jamnagar : હાપા માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક, માર્કેટ યાર્ડ એક સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય
હાપા માર્કેટ યાર્ડ તંત્રએ ધાણાની આવક હાલ પૂરતી મોકૂફ રાખી છે.આ સાથે જ હાપા માર્કેટ યાર્ડ આગામી એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય યાર્ડે લીધો છે.. માર્ચ એન્ડીંગ હોવાથી વેપારીઓની માગણીને ધ્યાને યાર્ડ તંત્રએ આ નિર્ણય લીધો છે.
જામનગરના(Jamnagar)હાપા માર્કેટ યાર્ડમાં ધાણાની(Coriander)મબલખ આવક થઈ છે. હાપા માર્કેટ યાર્ડના(Hapa Market Yard) સેક્રેટરીના જણાવ્યા અનુસાર 260 જેટલા વાહનો સાથે ખેડૂતો ધાણાના વેચાણ માટે આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ધાણાની આવક થવાને કારણે જગ્યાનો અભાવ સર્જાયો હતો.. જેથી યાર્ડ તંત્રએ ધાણાની આવક હાલ પૂરતી મોકૂફ રાખી છે.આ સાથે જ હાપા માર્કેટ યાર્ડ આગામી એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય યાર્ડે લીધો છે.. માર્ચ એન્ડીંગ હોવાથી વેપારીઓની માગણીને ધ્યાને યાર્ડ તંત્રએ આ નિર્ણય લીધો છે.
ચણાના મબલખ ઉત્પાદનની ખેડૂતોએ ધારણા બાંધી
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં ચણાનું વાવેતર વધારે થયું હોવાથી ઉત્પાદન પણ વધારે મળવાની આશા સેવાઈ રહી છે. દર વર્ષે ખેડૂતો કપાસ અને ઘઉંનો પાક મોટા પ્રમાણમાં લેતા હોય છે. જ્યારે આ વર્ષે ખેડૂતોનો જોંક ચણા તરફ વધુ છે. જીલ્લામાં 1 લાખ 15 હજાર હેક્ટરમાં ચણાના પાકનું વાવેતર થયું છે.સિંચાઈની સુવિધા, પરચૂરણ ખર્ચમાં ઘટાડો અને અનુકૂળ વાતાવરણને લીધે આ વખતે ચણાનું મબલખ ઉત્પાદન થવાની ખેડૂતોએ ધારણા બાંધી છે.
ચણાની સરખામણીમાં અન્ય પાકમાં વધુ મહેનત, ખર્ચ અને રાસાયણિક ખાતરની લાગત પણ વધુ રહે છે. જેની સામે ચણામાં માત્ર ત્રણ જ પાણી આપવાથી પાક પૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી માર્કેટ યાર્ડમાં પણ ચણાનાં સારા એવા ભાવ મળતા હોવાથી ખેડૂતો ચણાના વાવેતર તરફ વળ્યા છે.
આ પણ વાંચો : રાજ્યમાં બે વર્ષમાં 70 હજાર વિદ્યાર્થીઓએ પૈસા ભર્યા છતાં ટેબલેટ ન મળ્યાં, ઘણા સ્ટુડન્ટનો અભ્યાસ પણ પૂરો થઈ જશે
આ પણ વાંચો : Porbandar : ફિશિંગ બોટના ડિઝલના ભાવમાં વધારો થતાં માછીમારોમાં રોષ, ભાવવધારો પાછો ખેંચવા કલેકટરને આવેદનપત્ર આપ્યું