ફિલ્મ એક વિલન રિટર્ન્સ પર યુપી પોલીસની ફની ટ્વિટ, મજાક-મજાકમાં આપી વોર્નિંગ

જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટની અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'નું (Ek Villain Returns) પહેલું ગીત 'ગલિયાં રિટર્ન્સ' 4 જુલાઈના રોજ રીલિઝ થયું છે, જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મ એક વિલન રિટર્ન્સ પર યુપી પોલીસની ફની ટ્વિટ, મજાક-મજાકમાં આપી વોર્નિંગ
arjun-kapoor-disha-patani-john-abraham-tara-sutaria
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 2:02 PM

જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર (Arjun Kapoor), દિશા પટની અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ (Ek Villain Returns) રિલીઝ પહેલા જ ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. તેનું કારણ છે ફિલ્મનું ટ્રેલર અને ગીતો. એક વિલન રિટર્ન્સનું પહેલું ગીત, “ગલિયાં રિટર્ન્સ” યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ફિલ્મ “એક વિલન” ના ગીત “ગલિયાં” પરથી લેવામાં આવ્યું છે. આને તે ગીતનું રીબૂટ વર્ઝન કહી શકાય. અગાઉ આ ગીતમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર હતા, જ્યારે હવે ગાલિયાં રિટર્ન્સ જ્હોન અબ્રાહમ અને દિશા પટની અને અર્જુન કપૂર અને તારા સુતારિયા પર ફિલ્માવવામાં આવ્યું છે. આ સિવાય હવે યુપી પોલીસના એક ટ્વિટને કારણે દરેક જગ્યાએ ‘એક વિલન રિટર્ન્સ’ની ચર્ચા થઈ રહી છે.

યુપી પોલીસની ફની ટ્વિટ

પોલીસને લઈને સામાન્ય જનતાના મનમાં અનેક પ્રકારની ધારણાઓ બનેલી છે. કારણ કે તેના મગજમાં આખો સમય કામ ચાલતું હોવું જોઈએ, જેના કારણે તેઓ હંમેશા ગુસ્સામાં જ રહે છે. પરંતુ વાસ્તવમાં આ સત્ય નથી. પોલીસ પણ મસ્તી કરતા કરતા કામ કરવાનું જાણે છે. આનું લેટેસ્ટ ઉદાહરણ યુપીએ ટ્વિટ કરીને આપ્યું છે.

વાસ્તવમાં યુપી પોલીસે ‘એક વિલન રિટર્ન્સ’ ફિલ્મનો ફાયદો ઉઠાવીને એક ટ્વિટ કર્યું છે. ‘કોઈના વિલન ન બનો…. કારણ કે ગુનાની એકમાત્ર સિક્વલ જેલ છે. તમારી ગલિયાં સુરક્ષિત બનાવવા માટે 112 ડાયલ કરો #NoVillinReturns’. આ ટ્વીટની સાથે યુપી પોલીસે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં એક તરફ માસ્ક સાથે જોન અબ્રાહમ અને બીજી તરફ દિશા પટની છે.

એક ભયાનક પોસ્ટર સાથે યુપી પોલીસે એક ફની ટ્વિટ કરીને સાબિત કર્યું કે કામની સાથે સાથે તેમની સેન્સ ઓફ હ્યુમર પણ ઓછી નથી. યુપી પોલીસના ટ્વીટની સાથે જ તે ઇન્ટરનેટ પર વાયરલ થવાનું શરૂ થઈ ગયું છે. મજાક મજાકમાં પોલીસ દ્વારા મોટી વોર્નિંગ આપવામાં આવી, તેના માટે દરેક વ્યક્તિ તેમની સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરતા જોવા મળે છે. આ પહેલીવાર નથી જ્યારે સ્ટેટની પોલીસે આવી ફની ટ્વિટ કરી હોય. આ પહેલા મુંબઈ પોલીસે પણ આવી ફની ટ્વિટ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટની અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’નું પહેલું ગીત ‘ગલિયાં રિટર્ન્સ’ 4 જુલાઈના રોજ રિલીઝ થયું છે, જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">