કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરી ફળો પકાવનારાઓની હવે ખૈર નહીં, કાર્બાઈડથી ફળો પકવી વેચનારાઓ સામે થશે FSSAI કરશે દંડનીય કાર્યયવાહી- Video
કાર્બાઈડનો ઉપયોગ કરી ફળ પકાવનારા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે અને તેમને જેલ પણ થઈ શકે છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફળો પકવવા માટે વપરાતા કૃત્રિમ રસાયણો અને ગેરકાયદે એજન્ટો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
જે લોકો કાર્બાઇડનો ઉપયોગ કરીને ફળ પકાવે છે તેઓ થઈ જાય સાવધાન… કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરીને ફળ પકાવનારાઓ પર થઈ શકે છે કાર્યવાહી અને જેલની સજા પણ થઈ શકે છે.. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફળો પકવવા માટે વપરાતા કૃત્રિમ રસાયણો અને ગેરકાયદેસર એજન્ટો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. FSSAIએ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે આવા રસાયણોના ઉપયોગ પર દેખરેખ વધારવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા અપીલ કરી છે.
કહેવાય છે કે એક સફરજન ખાવાથી ડૉક્ટરથી દૂર રહી શકાય છે, પરંતુ બહાર જે સફરજન અને અન્ય ફ્રૂટ મળી રહ્યાં છે, તે ખાવાથી કેન્સરના ડોક્ટરની મુલાકાત લેવી પડે તો નવાઈ નહીં.. કેમ કે FSSAIએ ચેતવણી આપી છે કે કેલ્શિયમ કાર્બાઇડ જેવા રસાયણો, જેને બોલચાલમાં ‘મસાલા’ તરીકે ઓળખવામાં આવે છે, તે ફળ પકવવા માટે પ્રતિબંધિત છે, પરંતુ તેનો ઉપયોગ ગુપ્ત રીતે ચાલુ રહે છે. આ રસાયણનો ઉપયોગ સામાન્ય રીતે કેરી, કેળા અને પપૈયા જેવા ફળોને ઝડપથી પકવવા માટે થાય છે..
FSSAI અનુસાર, જો આ રસાયણ કોઈપણ ગોડાઉન અથવા ફળોના સંગ્રહ સ્થળે મળી આવશે, તો તેને કાનૂની કાર્યવાહી માટે પૂરતો પુરાવો ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ડૉ. અંશુમને ચેતવણી આપી કે, કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલા ફળો ખાવાથી ગેસ, પેટમાં બળતરા, મોઢામાં ચાંદા, આંતરડામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેમાંથી નીકળતો ગેસ એસીટીલીન છે, જે એક સંભવિત કાર્સિનોજેનિક તત્વ છે, જે લાંબા સમય સુધી શરીરના સંપર્કમાં રહે તો કેન્સરનું કારણ બની શકે છે.
હવે આપને એ કહી દઇએ કે આખરે કેલ્શિયમ કાર્બાઇડ શું હોય છે? મુખ્યત્વે વેલ્ડીંગની કામગીરીમાં વપરાતું એક ઔદ્યોગિક રસાયણ છે, તેમાં આર્સેનિક અને ફોસ્ફરસ જેવા ઝેરી તત્વો હોય શકે છે. જ્યારે તે ભેજના સંપર્કમાં આવે છે, ત્યારે એસિટિલીન એક ગેસ છોડે છે, જે ફળને ઝડપથી પકવવામાં મદદ કરે છે, જે કુદરતી નથી એટલે તેનું સેવન કરવું જોખમરૂપ સાબિત થઈ શકે છે.
હવે તમને એ પણ કહી દઇએ કે જો ફળમાં આ પ્રકારના રસાયણ હોય તો તેમની ઓળખ કેવી રીતે કરવી. અસામાન્ય રીતે તે ચમકે છે અથવા એકસરખા પીળા ફળ શંકાસ્પદ હોય શકે છે. જો ફળ બહારથી સંપૂર્ણપણે પાકેલું દેખાય છે તો પણ અંદરથી કાચું હોય છે, તે કૃત્રિમ રીતે પાકેલું હોય શકે છે. આવા ફળ ખાવાથી ગળામાં દુખાવો અથવા પેટમાં બળતરા થઈ શકે છે.