AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એર સ્ટ્રાઈકથી લઈને બોર્ડર સિક્યોરિટીના માસ્ટર છે નવા CDS, દેશમાં જેમને માટે બદલાયો કાયદો

40 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં, લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે (CDS Anil Chauhan) અનેક કમાન્ડ, સ્ટાફ અને મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે અને જમ્મુ અને કાશ્મીર અને પૂર્વોત્તર ભારતમાં બળવાખોરી વિરોધી કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે.

એર સ્ટ્રાઈકથી લઈને બોર્ડર સિક્યોરિટીના માસ્ટર છે નવા CDS, દેશમાં જેમને માટે બદલાયો કાયદો
India's new CDS Anil Chauhan.
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 11:29 AM
Share

લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ(Lt. Gen. Anil Chauhan)(નિવૃત્ત)ને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (Chief Of defense Staff)) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 61 વર્ષીય જનરલ ત્રણ સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી અને એડમિરલ આર હરિ કુમારથી વરિષ્ઠ છે. તેઓ સરહદ સંબંધિત મુદ્દાઓમાં નિપુણતા ધરાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ચૌહાણ પણ એ જ 11 ગોરખા રાઈફલ્સ બટાલિયનમાંથી આવે છે જ્યાં ભૂતપૂર્વ CDS બિપિન રાવત(CDS Bipin Rawat)ભાગ હતા.આ સિવાય ચૌહાણ NSA અજીત ડોભાલના પણ નજીક છે. જે લોકો ચૌહાણને લાંબા સમયથી ઓળખે છે તેઓ કહે છે કે તેમને બાસ્કેટબોલ, ગોલ્ફ રમવાનું પસંદ છે. તેઓ ખૂબ જ એક્ટિવ અને ધારદાર અધિકારી છે.

નવા સીડીએસ અનિલ ચૌહાણ ચૌહાણ પણ લેખક છે. તેમનું પ્રથમ પુસ્તક છે આફ્ટરમેથ ઓફ અ ન્યુક્લિયર એટેકઃ અ કેસ સ્ટડી ઓન પોસ્ટ-સ્ટ્રાઈક ઓપરેશન્સ જે 2010માં પ્રકાશિત થયું હતું અને તેણે હમણાં જ બીજું પુસ્તક, મિલિટરી જિયોગ્રાફી ઑફ ઈન્ડિયાઝ નોર્ધન બોર્ડર્સ પૂર્ણ કર્યું છે. ચૌહાણ 11 ગોરખા રાઈફલ્સની 6ઠ્ઠી બટાલિયનમાંથી છે, જ્યારે બિપિન રાવત 5/11 જીઆરના હતા. જૂનમાં, સરકારે નવા નિયમો જાહેર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે CDSની સેવા 65 વર્ષ સુધી વધારી શકાય છે.અગર એમ થાય છે તો ચૌહાણ સેનાના 6 પ્રમુખ સાથે કામ કરશે.

સરકારની પસંદગી બિલકુલ સાચી – જનરલ શોકિન

લશ્કરી બાબતોના નિષ્ણાત (આર) લેફ્ટનન્ટ જનરલ શૌકિન ચૌહાણ નવા સીડીએસને લગભગ 45 વર્ષથી ઓળખે છે. શૌકીનનું કહેવું છે કે અનિલ શ્રેષ્ઠ લશ્કરી નેતાઓમાંથી એક છે. તેમના કામની પોતાની એક પ્રતિષ્ઠા છે. તેણે કહ્યું કે તે એક મોટી જવાબદારી લઈ રહ્યો છે અને દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. તે ખૂબ જ પરિપક્વ અને બુદ્ધિશાળી છે. જનરલ શૌકિન ચૌહાણે કહ્યું કે નવી સીડીએસ ભારતના સરહદી મુદ્દાઓને અન્ય લોકો કરતા વધુ સારી રીતે સમજે છે અને બિપિન રાવતના ઉત્તરાધિકારી તરીકે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે.

સરહદી મુદ્દાઓ પર ઊંડી પકડ

એક વરિષ્ઠ સેવા અધિકારીએ કહ્યું કે તેઓ આતંકવાદ વિરોધી નિષ્ણાત છે અને સરહદ સંબંધિત મુદ્દાઓમાં ઊંડી જાણકારી ધરાવે છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે એ જ રેજિમેન્ટના અધિકારી તરીકે ચૌહાણને રાવતની નજીક માનવામાં આવતા હતા જેઓ તેમનો આદર કરતા હતા અને તેમની કુશળતાની કદર કરતા હતા.જ્યારે આ મહિનાની શરૂઆતમાં અરુણાચલ પ્રદેશમાં ચીનની સરહદ પરના લશ્કરી થાણા અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીકના મુખ્ય રસ્તાનું નામ રાવતના નામ પર રાખવામાં આવ્યું હતું, ત્યારે ચૌહાણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હીથી ઉડાન ભરી હતી.

 બાલાકોટ દરમિયાન DGMO હતા

ચીનના નિષ્ણાત ચૌહાણ (61) પણ તેમના ચાર્જ સંભાળ્યાની તારીખથી અને આગામી આદેશો સુધી સૈન્ય બાબતોના વિભાગમાં સચિવ તરીકે સેવા આપશે. તે 2019 માં બાલાકોટ એર સ્ટ્રાઇક દરમિયાન આર્મીના મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) ના ડાયરેક્ટર જનરલ હતા, જ્યારે ભારતીય ફાઇટર જેટ્સે પુલવામા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાનની અંદર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પને નષ્ટ કર્યો હતો.લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ (નિવૃત્ત) ભારતના બીજા સીડીએસ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી ફોર સ્ટાર રેન્ક જનરલનો હોદ્દો સંભાળશે.

અજીત ડોભાલ સાથે કામ કરવાનો અનુભવ

ગયા વર્ષે પૂર્વી આર્મી કમાન્ડર તરીકેની નિવૃત્તિ પછી, તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)ને આગામી સીડીએસ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જેઓ ચાર્જ સંભાળ્યાની તારીખથી અને આગળના આદેશો સુધી ભારત સરકાર, લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે.

11 ગોરખા રાઈફલ્સમાં કમીશન

લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણનો જન્મ 18 મે 1961ના રોજ થયો હતો અને તેઓ 1981માં ભારતીય સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં સામેલ થયા હતા. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ ગયા વર્ષે મે મહિનામાં નિવૃત્ત થયા હતા. તે સમયે તેઓ ઈસ્ટર્ન આર્મી કમાન્ડર તરીકે ફરજ બજાવતા હતા. પૂર્વીય આર્મી કમાન્ડર તરીકે, તેમણે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ પ્રદેશોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતની એકંદર લડાયક તૈયારીઓને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સુરક્ષાની મોટી જવાબદારી લીધી

તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા અને ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મેજર જનરલના હોદ્દા પર, તેમણે ઉત્તરી કમાન્ડમાં નિર્ણાયક બારામુલ્લા સેક્ટરમાં પાયદળ વિભાગની કમાન સંભાળી હતી. પાછળથી લેફ્ટનન્ટ જનરલ તરીકે, તેમણે પૂર્વોત્તરમાં કોર્પ્સની કમાન્ડ કરી અને સપ્ટેમ્બર 2019 થી મે 2021 માં તેમની નિવૃત્તિ સુધી પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ બન્યા.

ઘણા મેડલોનુ્ં સન્માન મળી ચુક્યુ છે

આ કમાન્ડ નિમણૂકો ઉપરાંત, તેમણે મહાનિદેશક, લશ્કરી કામગીરીના ચાર્જ સહિતના મહત્વના હોદ્દા પણ સંભાળ્યા હતા. આ પહેલા તેમણે અંગોલામાં સંયુક્ત રાષ્ટ્ર મિશન તરીકે પણ સેવા આપી હતી. નિવૃત્ત થયા પછી પણ, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક બાબતોમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું. સેનામાં વિશિષ્ટ અને નોંધપાત્ર સેવા બદલ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)ને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">