AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને હિન્દીમાં ટ્વીટ કરીને PM મોદીને મોકલ્યુ આમંત્રણ, જાણો વડાપ્રધાને શું જવાબ આપ્યો

MEAએ કહ્યું કે વડાપ્રધાન મોદીની મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારીને વેગ આપશે. બંને નેતાઓની બેઠક સાથે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક સહયોગના લક્ષ્યો નક્કી કરવામાં આવશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને હિન્દીમાં ટ્વીટ કરીને PM મોદીને મોકલ્યુ આમંત્રણ, જાણો વડાપ્રધાને શું જવાબ આપ્યો
French President Emmanuel Macron has sent an invitation to PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 11:05 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેવા પેરિસ જશે. તેઓ 14 જુલાઈએ મુખ્ય અતિથિ તરીકે પરેડમાં હાજરી આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીને આ ખાસ પ્રસંગે હાજરી આપવા માટે આમંત્રણ મોકલ્યું છે. રાષ્ટ્રપતિ મેક્રોને હિન્દીમાં ટ્વીટ કરીને વડાપ્રધાનને પેરિસ આવવા વિનંતી કરી.

તેમણે લખ્યું કે પેરિસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરીને તેમને ખૂબ જ આનંદ થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ તેમના ટ્વીટમાં લખ્યું, પ્રિય નરેન્દ્ર, 14મી જુલાઈની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે તમારું સ્વાગત કરતાં મને ખૂબ જ આનંદ થશે.

આ પણ વાંચો: SCO Meeting 2023: ભારત સામે પાકિસ્તાન ઝુક્યુ, 600 ભારતીય માછીમારોને કરશે મુક્ત

પીએમ મોદીએ આ આમંત્રણ માટે રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હું બેસ્ટિલ પરેડ દિવસ અને તમારી અને ફ્રેન્ચ લોકો સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની ઉજવણી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

MEAએ કહ્યું કે વડાપ્રધાન મોદીની મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારીને વેગ આપશે. બંને નેતાઓની બેઠક સાથે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક સહયોગના લક્ષ્યો નક્કી કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારત અને ફ્રાન્સ બંનેની શાંતિ અને સુરક્ષા પર સમાન દ્રષ્ટિ છે. તમને જણાવી દઈએ કે બેસ્ટિલ પરેડ ડે ફ્રાંસનો રાષ્ટ્રીય દિવસ છે. તે દર વર્ષે 14 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">