#SurakshaBandhan : Gulf SuperFleet એ TV9 Network સાથે મળીને ટ્રક ડ્રાઇવર માટે શરુ કર્યુ ફ્રી વેક્સીનેશન

દેશના કુલ 10 હજાર ટ્રક ડ્રાઇવરોને 11 શહેરોમાં 12 ટ્રાન્સપોર્ટ હબમાં વિનામૂલ્યે રસી આપવામાં આવશે.   આ પહેલની, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગલ્ફ સુપરફ્લીટ સુરક્ષા બંધનના પ્રયાસની પ્રશંસા કરી છે અને ડ્રાઇવરને રસીકરણ માટે પણ પ્રોત્સાહિત કર્યા છે. 

#SurakshaBandhan :  Gulf SuperFleet એ TV9 Network સાથે મળીને ટ્રક ડ્રાઇવર માટે શરુ કર્યુ ફ્રી વેક્સીનેશન
Free vaccination drive for truck drivers
TV9 GUJARATI

| Edited By: Niyati Trivedi

Aug 18, 2021 | 1:44 PM

કોરોના મહામારી સામેની લડાઇમાં ટ્રક ડ્રાઇવરોએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે સમગ્ર કોરોનાકાળ  દરમિયાન સપ્લાય ચેઇન પર કોઈ વિપરીત અસર થવા દીધી નથી.  વૈશ્વિક મહામારી કોરોના સામેની આપણી લડાઈ હજુ ચાલી રહી છે, પરંતુ દેશના ટ્રક ડ્રાઈવરોને હજુ સુધી કોરોનાની રસી આપવામાં આવી નથી. આ કારણે તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.પરંતુ હવે આપણા ટ્રક ડ્રાઈવર ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી ,કારણ કે તેમના રસીકરણ માટે Gulf Superfleet, દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9 અને Big FM સાથે લઇને આવ્યુ છે Gulf Superfleet Suraksha બંધન સીઝન -3.

જે શુક્રવાર એટલે કે 06 ઓગસ્ટથી શરૂ થયું છે અને આ અભિયાન દેશના 11 શહેરોમાં 22 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન દેશના કુલ 10 હજાર ટ્રક ડ્રાઇવરોને 11 શહેરોમાં 12 ટ્રાન્સપોર્ટ હબમાં વિનામૂલ્યે રસી આપવામાં આવશે.   આ પહેલની, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગલ્ફ સુપરફ્લીટ સુરક્ષા બંધનના ( Gulf Superfleet Suraksha Bandhan) પ્રયાસની પ્રશંસા કરી છે અને ડ્રાઇવરને રસીકરણ માટે પણ પ્રોત્સાહિત કર્યા છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું, ‘દેશે કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે અને આવી સ્થિતિમાં ટ્રક ડ્રાઈવરોને રસી આપવાનો જે ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે તે સારો છે.    સાથે જ આમાં ટ્રક ડ્રાઈવરોની પસંદગી કરવામાં આવી છે, તેથી પરિવહન મંત્રી હોવાના નાતે હું તમારો આભાર માનું છું. તે ચોક્કસપણે અમારા માટે ઉપયોગી થશે અને તે ડ્રાઇવરોની સલામતીમાં મદદ કરશે.

આ અભિયાન ટ્રક ડ્રાઇવરને સાહસિક બનાવશે

આ સાથે જ કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી વીકે સિંહે પણ આ પહેલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું, ‘જ્યારે દેશના દરેક ખૂણે અને ખૂણે અલગ -અલગ સામાનની જરૂરિયાત હતી, ત્યારે ટ્રક ડ્રાઇવર્સે ઘણી મદદ કરી છે.   જ્યારે કોવિડની બીજી લહેર આવી, ત્યારે ઓક્સિજન સપ્લાઇમાં ઘણું કામ કરવામાં આવ્યું. હું TV9 ને અભિનંદન આપું છું કે તમે આ વસ્તુને સમજી.  10 હજાર ટ્રક ડ્રાઈવરોને મફત રસી આપવાનું અભિયાન ચલાવી રહ્યા છે, જે 11 અલગ અલગ સ્થળોએ ચાલશે. હું આ અભિયાનની ખૂબ પ્રશંસા કરું છું અને આ અભિયાન ટ્રક ડ્રાઇવર્સને સાહસિક બનાવશે

ગલ્ફ ઓઇલ લુબ્રિકન્ટ્સ ઇન્ડિયા લિમિટેડના એમડી અને સીઇઓ રવિ ચાવલા કહે છે, “અમારા ઉત્પાદનોમાંનું એક ગલ્ફ સુપરફ્લીટ ટર્બો પ્લસ છે, જે અમે ટ્રક માટે લોન્ચ કર્યું છે.  તેનુ યુએસપીરક્ષણ છે અને જ્યારે આ વિચાર છે, તો અમે રક્ષાબંધન પ્રસંગે સુરક્ષા બંધનને આગળ લઈ જઈ રહ્યા છીએ,   જેમાં તે ટ્રક ડાઇવર્સનુ  ધ્યાન રાખવામાં  આવશે જેઓ રક્ષાબંધન પર તેમની બહેનોને મળવા અસમર્થ છે. આ વખતે અમારો ઉદ્દેશ 10 હજાર ટ્રક ડ્રાઈવરોને રસી આપવાનો છે.

TV9ના રસીકરણ કેમ્પમાં જઇને લગાવો વેક્સીન

ટીવી 9 નેટવર્કએ કોરોના સમયગાળા દરમિયાન લોકોને જાગૃત કરવાનું કામ જ કર્યું નથી પણ તેમને કોરોના ગાઇડલાઇનનુ પાલન કરવા માટે પણ પ્રેરિત કર્યા છે. આ પહેલ પર ટીવી 9 ભારતવર્ષના ન્યૂઝ ડાયરેક્ટર હેમંત શર્મા કહે છે, “ટ્રક ડ્રાઈવરો કોરોનાકાળની જીવાદોરી રહ્યા છે અને જ્યારે દેશ લોકડાઉન હેઠળ હતો ત્યારે આ જાંબાઝ  રસ્તા પર હતા, પછી તે ઓક્સિજન પુરવઠો હોય કે દવાઓની સપ્લાઇ .ટ્રક ડ્રાઇવરોએ તેમના જીવનની પરવા કર્યા વિના માનવતાની સેવા કરી છે. TV9 નેટવર્ક ભારતનું સૌથી મોટું નેટવર્ક છે અને અમે કોરોના સામે જાગૃતિ માટે ઘણા કાર્યક્રમો ચલાવ્યા છે.

હવે અમે ટ્રક ડાઈવર્સ ભાઈઓ માટે મફત રસીકરણ કાર્યક્રમ લઈને આવ્યા છીએ. ગલ્ફ સુપરફ્લીટ સુરક્ષા બંધન સીઝન -3 ના ભાગરૂપે ટ્રક ડાઇવર્સને રસી આપી રહી છે અને તેમને વિનંતી છે કે ટીવી 9 ના રસીકરણ કેમ્પમાં જઈને રસી લે.

બિગ એફએમના સીએફઓ અને સીબીઓ આશિષ ચેટર્જીએ કહ્યુ કે “અમારા ટ્રકર ભાઈઓ સપ્લાય ચેઇન જાળવી રહ્યા છે અને અમે દસ હજાર ટ્રકર ભાઈઓને રસી અપાવવાના દ્રઢ સંકલ્પ સાથે આગળ વધ્યા છીએ.”

નારાયણ હેલ્થના ફાઉન્ડર અને નિર્દેશક ડૉ દેવી શેટ્ટીએ આ અભિયાન વિશે જણાવ્યું હતું કે, ‘અમારા ટ્રક ડ્રાઈવરોએ કોરોનાકાળ દરમિયાન લાઇફ સેવિંગ મેડિસિન અને ફૂડ સપ્લાઇને કોરોનાકાળમાં ચાલુ રાખ્યુ. આ ત્રણ સંસ્થાઓ તેમને રસી આપવાનું ઉમદા કાર્ય કરી રહી છે.

દેશના અર્થતંત્રને વેગ આપવામાં રોડ-ટ્રાન્સપોર્ટની મહત્વની ભૂમિકા 

બીજી બાજુ, મેદાંતાના સીએમડી ડો.નરેશ ત્રેહને કહ્યું, ‘અમને ખબર છે કે આ ટ્રક ડ્રાઈવરોએ કોરોના સામે લડાઇમાં કેટલી મહત્વની ભૂમિકા ભજવી છે.ડ્રાઈવરો પોતાનો જીવ જોખમમાં મૂકીને સપ્લાય લાઈન ખુલ્લી રાખી તો કોરોનાની રસી આપીને તેમનું સન્માન કરવું અને તેમનું રક્ષણ કરવું આપણી ફરજ બને છે.  કોરોના સામે લડાઇ સિવાય જો આપણે વાત કરીએ તો, દેશના અર્થતંત્રને વેગ આપવામાં માર્ગ પરિવહનનું મહત્વનું યોગદાન છે અને તે માર્ગ પરિવહનનો સૌથી મજબૂત સ્તંભ છે.

અમારા ટ્રકર ભાઈ. દેશની પ્રગતિની જવાબદારી આ હાઇવે હીરોના ખભા પર છે. તેથી જ તેમના પૈડાં ક્યારેય અટકતા નથી. આપણા દેશમાં લગભગ 85 લાખ ટ્રક ડ્રાઈવરો છે, જે દેશના બે તૃતીયાંશ એટલે કે લગભગ 63 ટકા માલસામાનના પરિવહન માટે જવાબદાર છે.

ટ્રક ચાલકોએ સમયસર દવાઓ પહોંચાડીને લોકોનો જીવ બચાવ્યો

જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન સંપૂર્ણ દેશ થંભી ગયો હતો, ત્યારે કેટલાક લોકો તેમની જવાબદારી નિભાવવા માટે અહીંયા અને ત્યાં દોડી રહ્યા હતા.જેથી લોકોને કોઇ પ્રકારની અછત ન રહે.દેશમાં  માલ-સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જનારા ટ્રક ડ્રાઇવર્સ તે યોદ્ધાઓ છે જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને રસ્તાઓ નિકળ્યા અને તેમના ઉત્સાહમાં કોઇ કમી નહોતી.

જેથી આપણા ઘરોમાં દૂધ, શાકભાજી, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓના પુરવઠાને અસર ન થાય.કોરોનાની બીજી લહેર દરમિયાન, જ્યારે આખો દેશ ઓક્સિજનની અછતથી ઝઝૂમી રહ્યો હતો ત્યારે આવા મુશ્કેલ સમયમાં, તે ટ્રક ડ્રાઇવરો હતા જેમણે દેશભરની હોસ્પિટલમાં સમયસર ઓક્સિજન અને તબીબી પુરવઠો પહોંચાડીને હજારો લોકોનો જીવ બચાવ્યો હતો અને હવે તેઓ દેશભરમાં રસીઓ પણ લઈ જઇ રહ્યા છે.

તેમના જુસ્સાને સલામ કરતા ગલ્ફ ઓઇલ લુબ્રિકન્ટ્સ ઇન્ડિયા લિમિટેડે TV9 નેટવર્ક અને BIG FM સાથે મળીને રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.આ રીતે, તમામ ટ્રકર્સ ભાઈઓને મફત રસી આપવામાં આવશે. આ અભિયાનને નામ આપવામાં આવ્યું છે, સુરક્ષા બંધન અભિયાન.

સુરક્ષા બંધનની આ ત્રીજી સીઝન છે, જેમાં 11 શહેરો દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કરનાલ, બદ્દી, ઈન્દોર, ફરીદાબાદ, ગાઝિયાબાદ, લખનૌ, જલંધર અને લુધિયાણા વગેરેમાં 06 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

આ શહેરોના 12 ટ્રાન્સપોર્ટ હબ પર 10 હજાર ટ્રક ડ્રાઈવરોને રસી આપવામાં આવશે.રક્ષાબંધન રક્ષણનું પ્રતીક છે અને એક બહેન તેના ભાઇના કાંડા પર રાખડી બાંધીને તેના ભાઇના રક્ષણની કામના કરે છે. તેવી જ રીતે કોરોના વેક્સીન ટ્રકર ભાઈઓને વચન આપે છે. વચન સુરક્ષાનું 

આ પણ વાંચો :Sunanda Pushkar Case: કોંગ્રેસના નેતા શશી થરૂરને મોટી રાહત, પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

આ પણ વાંચોBV Nagarathna બની શકશે ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ, જાણો ક્યારે સંભાળશે પદભાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati