મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને 1 વર્ષની સજા, 11 વર્ષ જૂના કેસમાં ઈન્દોર કોર્ટેનો આદેશ

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને 1 વર્ષની સજા, 11 વર્ષ જૂના કેસમાં ઈન્દોર કોર્ટેનો આદેશ
MP Former CM Digvijay Singh (File Photo)

2011માં કોંગ્રેસના એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, તત્કાલીન ઉજ્જૈન સાંસદ પ્રેમચંદ ગુડ્ડુ અને અન્ય સાત લોકોનો ભાજપના કાર્યકરો સાથે વિવાદ થયો હતો.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Mar 27, 2022 | 2:32 PM

વર્ષ 2011માં ઉજ્જૈનમાં થયેલી મારપીટના કેસમાં ઈન્દોરની વિશેષ અદાલતે પૂર્વ મુખ્યમંત્રી (Former CM Digvijay Singh)અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ, પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડુ સહિત 6 આરોપીઓને એક વર્ષની કેદની સજા સંભળાવી હતી. આ સાથે કોર્ટે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 2011માં કોંગ્રેસના એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, તત્કાલીન ઉજ્જૈન સાંસદ પ્રેમચંદ ગુડ્ડુ અને અન્ય સાત લોકોનો ભાજપના કાર્યકરો સાથે વિવાદ થયો હતો. આ બાબતમાં ભાજપના કાર્યકરોએ દિગ્વિજય સિંહ, પ્રેમચંદ ગુડ્ડુ સહિત 9 આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડુ સહિત છ આરોપીઓને ઈન્દોરમાં આ કેસમાં જનપ્રતિનિધિઓની સુનાવણી માટે રચવામાં આવેલી વિશેષ અદાલતે સજા ફટકારી હતી, જ્યારે ત્રણ આરોપીઓને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ, પ્રેમચંદ ગુડ્ડુ સહિત તમામ છ આરોપીઓને પાંચ-પાંચ હજારનો દંડ ભર્યા બાદ 25-25 હજાર પર કોર્ટમાં જામીન આપવામાં આવ્યા હતા.

‘સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે’

સરકારી એડવોકેટ વિમલ કુમાર મિશ્રાએ જણાવ્યું કે તમામ આરોપીઓની સજા 3 વર્ષથી ઓછી હતી, તેથી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ દિગ્વિજય સિંહના વકીલે કહ્યું કે તેઓ આ મામલે હાઈકોર્ટમાં અપીલ કરશે. ભૂતપૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડુએ કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરવા માંગતા નથી, પરંતુ તેઓ ઉચ્ચ અદાલતમાં આ સજા વિરુદ્ધ અપીલ કરશે.

તે જ સમયે, પ્રેમચંદ ગુડ્ડુએ એમ પણ કહ્યું કે ઘટના સમયે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને ઝેડ પ્લસ સુરક્ષા મળી રહી હતી. આ સુરક્ષા સાથે સંકળાયેલા કોઈપણ અધિકારીનું કોર્ટમાં નિવેદન લેવામાં આવ્યું ન હતું.

દિગ્વિજય સિંહે કહ્યું- રાજકીય દબાણમાં મારું નામ ઉમેરવામાં આવ્યું હતું

જ્યારે આ બાબતમાં દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે “11 વર્ષ જૂના કેસમાં, જેમાં મારું નામ FIRમાં પણ નહોતું, તેને રાજકીય દબાણમાં પાછળથી ઉમેરવામાં આવ્યું હતું, જેમાં મને સજા થઈ છે. હું અહિંસક વ્યક્તિ છું. મેં હંમેશા હિંસક પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો છે. એડીજે કોર્ટનો આદેશ છે. અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. હું ભાજપ કે સંઘથી ડરતો નથી અને ક્યારેય ડરીશ પણ નહીં. ભલે ગમે તેટલા ખોટા કેસો બને અને કેટલી પણ સજા થાય”.

આ પણ વાંચો: Viral: મહાકાય સાપને મુશ્કેલીમાં જોઈને વ્યક્તિએ કંઈક આ રીતે કરી મદદ, વીડિયો જોઈ લોકો કરી રહ્યા છે વખાણ

આ પણ વાંચો: Guinea Grass Farming: ગિની ઘાસની ખેતીની સંપૂર્ણ જાણકારી, જાણો બારેમાસ પશુઓ માટે ઉપયોગી ઘાસની વિશેષતા


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati