કર્ણાટકના પંચાયત પ્રધાન ઈશ્વરપ્પા સામે FIR, આત્મહત્યા કરનાર કોન્ટ્રાક્ટર સંતોષ પાસે 40 % કમિશન માંગવાનો આરોપ

|

Apr 13, 2022 | 10:43 AM

કર્ણાટકના મંત્રી કેએસ ઇશ્વરપ્પા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ મંગળવારે ઉડુપી જિલ્લામાં એક લોજમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સંતોષ પાટીલના ભાઈ પ્રશાંત પાટીલે પોતાના ભાઈના મૃત્યુ માટે રાજ્યના મંત્રી ઈશ્વરપ્પાને જવાબદાર ગણાવ્યા છે.

કર્ણાટકના પંચાયત પ્રધાન ઈશ્વરપ્પા સામે FIR, આત્મહત્યા કરનાર કોન્ટ્રાક્ટર સંતોષ પાસે 40 % કમિશન માંગવાનો આરોપ
Karnataka Panchayat Minister KS Eshwarappa

Follow us on

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને હવે તેમની વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના આત્મહત્યાના કેસમાં મૃતકના ભાઈની ફરિયાદ બાદ કર્ણાટકના મંત્રી ઈશ્વરપ્પા (K S Eshwarappa) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા કોન્ટ્રાક્ટર સંતોષે ખુદ પીએમ નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખીને મંત્રી ઈશ્વરપ્પા પર 40 ટકા કમિશન માંગવાનો ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે મંત્રી કામના બદલામાં તેમની પાસેથી કમિશન માંગી રહ્યા છે.

અગાઉ, કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ, જેમણે કર્ણાટકના પ્રધાન કેએસ ઈશ્વરપ્પા પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો, તે મંગળવારે ઉડુપી જિલ્લામાં એક લોજમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સંતોષ પાટીલના ભાઈ પ્રશાંત પાટીલે પોતાના ભાઈના મૃત્યુ માટે રાજ્યના મંત્રી ઈશ્વરપ્પાને જવાબદાર ગણાવ્યા છે.

‘ભાઈના મોત માટે ઈશ્વરપ્પા જવાબદાર’

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અંગ્રેજી વેબસાઈટ ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, પ્રશાંત પાટીલે કહ્યું, ‘મારા ભાઈના મૃત્યુ માટે ઈશ્વરપ્પા જવાબદાર છે. તેમણે (કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ પાસેથી) લાંચ કે કમિશનની માંગણી કરી હતી. આ પછી તેમણે માનહાનિનો દાવો પણ કર્યો હતો. પાટીલને પણ ધમકી આપવામાં આવી હતી.

મૃત્યુ પહેલા કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલે કથિત રૂપે તેમના મિત્રોને એક વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે આત્મહત્યા કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો અને તે માટે ઈશ્વરપ્પાને જવાબદાર ઠેરવ્યા હતા. હાલ પોલીસ ફોરેન્સિક તપાસ દ્વારા સુસાઈડ નોટની સત્યતા ચકાસી રહી છે.

રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર, સંતોષ પાટીલે તેની પત્નીને કહ્યું હતું કે તે તેના મિત્રો સાથે પિકનિક પર જઈ રહ્યો છે અને 11 એપ્રિલે બેલગામથી નીકળી ગયો હતો, પરંતુ ત્યારથી તે ગુમ થઈ ગયો હતો.

જો કે મંગળવારે સંતોષ પાટીલનો મૃતદેહ ઉડુપીમાંથી મળી આવ્યો હતો. તેના બે મિત્રો એક જ બિલ્ડિંગમાં હતા પણ બંને અલગ-અલગ રૂમમાં હતા. પોલીસ કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના મિત્રનું નિવેદન પણ નોંધશે.

આ પણ વાંચોઃ

ટ્વિટ કરીને ધાર્મિક ઉન્માદ ફેલાવવા બદલ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સામે FIR

આ પણ વાંચોઃ

Fuel Price: વિશ્વમાં સૌથી મોંઘો LPG ભારતમાં મળે છે, મોંઘવારી મામલે પેટ્રોલ વિશ્વમાં ત્રીજા અને ડીઝલ આઠમાં ક્રમે મોંઘા

Next Article