Pakistan: PM પદના ઉમેદવાર શાહબાઝ શરીફ અને તેમના પુત્રને કોર્ટનુ તેડૂ, ભ્રષ્ટાચારના આરોપમાં શાહબાઝ પર સકંજો

શાહબાઝ શરીફના (Shehbaz Sharif) વકીલ અમજદ પરવેઝે રવિવારે જણાવ્યું હતુ કે, શહબાઝ શરીફ સોમવારે ઈસ્લામાબાદમાં વડાપ્રધાન પદની ચૂંટણી લડશે. તેથી કોર્ટને હાલ કાર્યવાહી સ્થગિત કરવા વિનંતી કરવામાં આવશે.

Pakistan: PM પદના ઉમેદવાર શાહબાઝ શરીફ અને તેમના પુત્રને કોર્ટનુ તેડૂ, ભ્રષ્ટાચારના આરોપમાં શાહબાઝ પર સકંજો
shahbaz sharif (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 7:07 AM

પાકિસ્તાનમાં (Pakistan) વડા પ્રધાન પદના વિપક્ષી ઉમેદવાર શાહબાઝ શરીફ (Shehbaz Sharif)  અને તેમના પુત્ર હમઝા શાહબાઝ (Hamza Shehbaz) આજે મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case)વિશેષ અદાલત (Federal Investigation Agency)સમક્ષ હાજર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, 4 એપ્રિલે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની વિશેષ અદાલતે શાહબાઝ અને તેના પુત્ર હમઝાને 14 અબજ પાકિસ્તાની રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં 11 એપ્રિલે કોર્ટમાં હાજર થવા કહ્યુ હતુ.આ મામલે શાહબાઝના વકીલ અમજદ પરવેઝે રવિવારે જણાવ્યું હતું કે,વિશેષ અદાલત સમક્ષ વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની માંગણી કરતી અરજી દાખલ કરવામાં આવશે. પરવેઝે કહ્યું, શાહબાઝ શરીફ વડાપ્રધાન(Prime Minister)  પદ માટે ચૂંટણી લડવા સોમવારે ઈસ્લામાબાદમાં હશે. તેથી, કોર્ટને હાલ કાર્યવાહી સ્થગિત કરવા વિનંતી કરવામાં આવશે.

ફવાદ ચૌધરીએ કર્યો આ આક્ષેપ

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા અને પૂર્વ માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ આરોપ લગાવ્યો કે લાહોરના FIA પ્રોસિક્યુશન ચીફને શાહબાઝ કેસમાં કોર્ટમાં હાજર ન થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી કાર્યવાહી ટાળી શકાય. જોકે, લાહોરના FIAના એક વરિષ્ઠ અધિકારીએ આ આરોપને નકારી કાઢ્યો છે. શાહબાઝ શરીફ વિરુદ્ધ 14 અબજ પાકિસ્તાની રૂપિયાના મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહેલા ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના(Fedral Investigation Agency)  ટોચના અધિકારી ઇમરાન ખાનની હકાલપટ્ટી બાદ અનિશ્ચિત રજા પર ગયા છે.

એક સત્તાવાર સૂચના અનુસાર, FIA-લાહોરના વડા મોહમ્મદ રિઝવાનની 11 એપ્રિલથી રજા પર જવાની અરજી સ્વીકારવામાં આવી છે. શાહબાઝ અને તેના પુત્ર હમઝા સોમવારે ટ્રાયલ માટે વિશેષ અદાલતમાં હાજર થવાના છે. તેના એક દિવસ પહેલા જ રિઝવાનના આ નિર્ણયથી મામલો ગરમાયો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ શાહબાઝ સંસદમાં વડા પ્રધાન પદ માટે ચૂંટણીનો સામનો કરી રહ્યા હોવાથી તેઓ હાજર રહેવામાંથી મુક્તિ માંગી શકે છે. તમને જણાવવુ રહ્યુ કે, શાહબાઝે રવિવારે વડાપ્રધાન પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) તરફથી પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી આ પદના ઉમેદવાર છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : શપથ પહેલા શાહબાઝ શરીફે બતાવ્યો પોતાનો અસલી રંગ, કહ્યું- કાશ્મીરના ઉકેલ પહેલા શાંતિ શક્ય નથી

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે યુએસ રાષ્ટ્રપતિ બાઈડન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે, દ્વિપક્ષીય સહયોગ વધારવા પર થશે વાતચીત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">