AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest: મહિલા સંસદ સાથે જંતરમંતર પર ખેડૂતોના ધરણાનો આવ્યો અંત, દિલ્લી સરહદ પર ચાલુ રહેશે પ્રદર્શન

દિલ્હી પોલીસે ખેડૂતોને વધુમાં વધુ 200 લોકો સાથે 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી જંતર -મંતર પર વિરોધ કરવાની મંજૂરી આપી હતી. વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ માટે ગયા વર્ષે નવેમ્બરથી સેંકડો ખેડૂતો દિલ્હીની સરહદો પર પડાવ નાખ્યો છે.

Farmers Protest: મહિલા સંસદ સાથે જંતરમંતર પર ખેડૂતોના ધરણાનો આવ્યો અંત, દિલ્લી સરહદ પર ચાલુ રહેશે પ્રદર્શન
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Aug 10, 2021 | 6:22 AM
Share

દેશની રાજધાની દિલ્હીના જંતર -મંતર (Jantar Mantar) ખાતે ખેડૂતોનો વિરોધ (Farmers Protes) સોમવારે સાંજે ‘મહિલા સંસદ’ સંગઠન સાથે સમાપ્ત થયો. જોકે, કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા સામે નવ મહિના પહેલા શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન દિલ્હીની સરહદો પર ચાલુ રહેશે. મહિલા સંસદ સત્ર દરમિયાન 200 ખેડૂત મહિલાઓએ ભાગ લીધો હતો, જેમણે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓની ચર્ચા કરી હતી.

કિસાન એકતા મોરચાના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર બહાર પાડવામાં આવેલી વીડિયો ક્લિપમાં ખેડૂત નેતા બુટા સિંહ શાદીપુરે જણાવ્યું હતું કે આજે મહિલાઓએ વ્યવસ્થિત રીતે કિસાન સંસદનું સંચાલન કર્યું હતું. મહિલાઓએ કહ્યું કે આ કાળા કાયદાઓમાં કાળું શું છે અને ખેડૂતો સંસદમાં તેમની ચિંતા વિષે વાત કરી હતી.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે વાત કરવી જોઈએ અને વહેલામાં વહેલી તકે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ. એમ પણ કહ્યું કે જ્યાં સુધી આ કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી અમે પાછા નહીં જઈએ.

આગળની રણનીતિ પર કામ શરૂ બીજી બાજુ, નવી દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દીપક યાદવે કહ્યું કે તમામ વિરોધ કરી રહેલા ખેડૂતોએ જંતર -મંતર સ્થળ ખાલી કરી દીધું છે. દરમિયાન, કિસાન સંસદના સમાપન સાથે ખેડૂતોએ આગામી રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ જોગિંદર સિંહ ઉગ્રહને કહ્યું કે આજે જંતર -મંતર પર અમારો વિરોધનો છેલ્લો દિવસ હતો. અમે 15 મી ઓગસ્ટે દેશભરમાં તિરંગા રેલી કાઢવાની યોજના બનાવી છે.

ખેડૂતોએ તેમના ‘કિસાન સંસદ’માં સરકાર સામે’ અવિશ્વાસ પ્રસ્તાવ ‘પણ પસાર કર્યો હતો, જેમાં ભાજપ સરકારના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ખેડૂતોને વધુમાં વધુ 200 લોકો સાથે 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી જંતર -મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી. વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ માટે ગયા વર્ષે નવેમ્બરથી સેંકડો ખેડૂતો દિલ્હીની સરહદો પર પડાવ નાખ્યો છે. સરકારે ખેડૂત નેતાઓ સાથે 11 વાર વાટાઘાટો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી.

આ પણ વાંચો : કણભામાં ફરી એકવાર દારૂનું ગોડાઉન ઝડપાયુ, 78 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ

આ પણ વાંચો :

Olympics: ટોક્યોથી પરત ફર્યા ભારતીય સ્ટાર એથલેટ, સ્વાગતમાં એરપોર્ટ પર ઉમટી પડી લોકોની ભીડ, જુઓ તસ્વીરો

g clip-path="url(#clip0_868_265)">