‘ખેડૂતો જાણે છે અવગણના કરનારાઓને પાઠ કેવી રીતે ભણાવવો’, કેન્દ્રને રાકેશ ટીકૈતની ચેતવણી

ભારતીય કિસાન સંઘ(Bharatiya Kisan Union)ના પ્રવક્તા ટીકૈતે કહ્યું કે, “ખેડુતોની સંસદમાંથી બહેરી અને મૂંગી સરકારને જાગૃત કરવાનું કામ કરાયું છે. ખેડૂત સંસદનું સંચાલન કેવી રીતે કરવું તે પણ જાણે છે

'ખેડૂતો જાણે છે અવગણના કરનારાઓને પાઠ કેવી રીતે ભણાવવો', કેન્દ્રને રાકેશ ટીકૈતની ચેતવણી
Rakesh Tikait warns Center

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે શનિવારે ફરી એક વખત કેન્દ્રને એ ત્રણ કાનુનોને લઈને ચેતાવણી આપી, જેના વિરુદ્ધ ખેડુતો સતત પ્રદર્શન કરી રહ્યાં છે.ટિકૈતે કહ્યું હતું કે, જે લોકો ખેડુતોની સતત અવગણના કરી રહ્યાં છે તેમને કેવી રીતે પાઠ ભણાવવો તે ખેડૂતો જાણે છે.

ભારતીય કિસાન સંઘ(Bharatiya Kisan Union)ના પ્રવક્તા ટીકૈતે કહ્યું કે, “ખેડુતોની સંસદમાંથી બહેરી અને મૂંગી સરકારને જાગૃત કરવાનું કામ કરાયું છે. ખેડૂત સંસદનું સંચાલન કેવી રીતે કરવું તે પણ જાણે છે અને જે લોકો અવગણના કરી રહ્યાં છે તેમને તેને ગામમાં પાઠ કેવી રીતે શીખવવો તે પણ જાણે છે. કોઈએ આ ભૂલવું ન જોઈએ. ”

રાકેશ ટીકૈતે ખેડૂતોને  “ભારતની આત્મા અને સ્વતંત્રતા બચાવવા” માટે એકજુટ થવાની હાકલ કરી હતી.ટિકૈટની આ ટિપ્પણી સંસદ નજીક જંતર-મંતર ખાતે ‘કિસાન સંસદ’ ના ત્રીજા દિવસે આવી હતી, જ્યાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે.ભારે સુરક્ષા વચ્ચે ગુરુવારે જંતર-મંતર ખાતે ‘કિસાન સંસદ’ નામના ધરણાની શરૂઆત થઈ હતી.

સંસદમાં ચાલી રહેલા ચોમાસા સત્ર સાથે કેન્દ્રના ત્રણ વિવાદિત કૃષિ કાયદાઓનો વિરોધ કરવા 200 ખેડુતોનું એક ટોળું ગુરુવારે મધ્ય દિલ્હીના જંતર મંતર પર પહોંચ્યું હતું.

ખેડૂતો છેલ્લાં કેટલાંક મહીનાઓથી કરી રહ્યાં છે વિરોધ.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે 9 ઓગસ્ટ સુધી મહત્તમ 200 ખેડૂતોને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. જંતર-મંતર સંસદ ભવનથી થોડેક દૂર છે.

ખેડૂત નેતાઓએ કહ્યું કે ‘કિસાન સંસદ’ ના આયોજન પાછળનો હેતુ સરકારને એ જણાવવાંનો છે કે આંદોલન હજી પણ ચાલુ છે.ગત વર્ષે સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે ખેડુતો લગભગ છેલ્લાં આઠ મહિનાથી દિલ્હીની સરહદો – સિંધુ, ટિકરી અને અન્ય કેટલીક જગ્યાએ વિરોધ કરી રહ્યા છે.

ટિકૈતે અગાઉ કહ્યું હતું કે, કિસાન સંસદમાં પોતાના મત વિસ્તારના સંસંદ સભ્યોનો વિરોધ કરશે કે જેઓ સંસંદમાં ખેડુતોનાં મુદ્દાઓને ઉઠાવવામાં નિષ્ફળ રહ્યાં છે.તેમણે એમ પણ કહ્યું હતું કે, ખેડૂત ત્રણ વિવાદિત કૃષિ કાયદાઓને રદ કરવા અંગે ‘કિસાન સંસદ’માં ઠરાવ પણ પાસ કરશે.

કૃષિ કાયદાઓને કૃષિ ક્ષેત્રનો મોટો સુધારો જણાવવામા આવ્યો.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને કૃષિ ક્ષેત્રમાં મોટા સુધારા તરીકે માનવામાં આવ્યા છે અને વચેટિયાઓને નાબૂદ કરવા દાવો કરવામાં આવે છે અને ખેડૂત તેમના પાકને દેશમાં ક્યાંય પણ વેચી શકશે.

આ ત્રણ કૃષિ કાયદામાં- (૧) ખેડૂતનું ઉત્પાદન વેપાર અને વાણિજ્યબિલ 2020, (2) કૃષિ (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ કરાર બિલ 2020 અને (3) આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) બિલ 2020નો સમાવેશ થાય છે.

26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન) ના રોજ ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્લીમાં ફાટી નીકળેલી હિંસા પછી સત્તાધિકારીઓએ વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોને શહેરમાં વિરોધ પ્રદર્શન કરવાની પહેલીવાર મંજૂરી આપી છે.

જો કે આ સમયે દિલ્હીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં છે, જેના કારણે ડીડીએમએ(DDMA)ની માર્ગદર્શિકા હેઠળ કોઈ ભીડ ભેગી થઈ શકશે નહીં.

પરંતુ ખેડૂતોના આંદોલન માટે, દિલ્હી સરકારે માર્ગદર્શિકામાં સુધારો કરીને પ્રદર્શનની મંજૂરી આપી. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને કોવિડના નિયમો સાથે પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે સેક્ટર કમાન્ડર કક્ષાની બેઠક, ભારતે ડ્રોન અને આતંકવાદી પ્રવૃત્તિઓનો ઉઠાવ્યો મુદ્દો

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati