AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મોટી જાહેરાત, પંજાબમાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.

Punjab: ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મોટી જાહેરાત, પંજાબમાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ
Punjab Chief Minister Charanjit Singh Channi. (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 11:13 AM
Share

Charanjit Singh Channi: પંજાબમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી(Punjab Assembly Election 2022)પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શુક્રવારે ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.ચન્નીએ ગુરુવારે રાજ્યમાં ખેડૂતો (જેમણે કૃષિ બિલનો વિરોધ કર્યો હતો) સામે નોંધાયેલ તમામ FIR ને રદ કરવા તેમજ હાલની લોન માફી યોજના હેઠળ રૂ. 1,200 કરોડની રકમની રૂ. 2 લાખ સુધીની લોન માફી મંજૂર કરવાની હાકલ કરી હતી.

આનાથી પાંચ એકર સુધીની જમીન ધરાવતા લગભગ 1.09 લાખ નાના અને સીમાંત ખેડૂતોને ફાયદો થવાની અપેક્ષા છે. રાજ્ય સરકારે 5.63 લાખ ખેડૂતો (Farm Loan in Punjab)ની 4,610 કરોડ રૂપિયાની લોન પહેલેથી જ માફ કરી દીધી છે. આમાંથી 1.34 લાખ નાના ખેડૂતોને 980 કરોડ રૂપિયાની રાહત મળી છે, જ્યારે 4.29 લાખ સીમાંત ખેડૂતોને 3,630 કરોડ રૂપિયાની લોન માફીનો લાભ મળ્યો છે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

સંયુક્ત કિસાન મોરચાની માંગણી સ્વીકારી

સંયુક્ત કિસાન મોરચા (Samyukt Kisan Morcha)ની બીજી મોટી માંગ સ્વીકારીને, ચન્નીએ 31 ડિસેમ્બરના રોજ રાજ્યમાં “કૃષિ કાયદા”નું ઉલ્લંઘન કરનારા ખેડૂતો સામે પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલી તમામ FIR રદ કરવાની પણ જાહેરાત કરી હતી.પંજાબના ખેડૂતોના જૂથ સાથે બેઠક યોજ્યા બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી.ચન્નીએ પોલીસ મહાનિર્દેશકને રાજ્યમાં કૃષિ કાયદાઓને લઈ આંદોલન અને પરાળી સળગાવવામાં સામેલ વિવિધ ખેડૂતો સામે નોંધાયેલી તમામ એફઆઈઆરને રદ્દ કરવા માટે જરૂરીઔપચારિકતાઓને તાત્કાલિક પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.

સરકાર સ્મારક બનાવશે

આ સાથે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, સરકાર પાંચ એકર જમીનમાં અનોખું સ્મારક બનાવશે. જે ખેડૂતોના આંદોલન અને તેમના બલિદાન (Memorial For Farmers in Punjab)ને ખાસ સમર્પિત કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘આ સ્મારક વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તે લોકશાહીની સર્વોચ્ચતા દર્શાવશે ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનને પ્રદર્શિત કરવા માટે સ્મારક બનાવવા માટે સંયુક્ત કિસાન મોર્ચા પાસે સમર્થન અને સહયોગ માંગ્યો છે

આ પણ વાંચો : ઓમિક્રોનની આફત, વાઈબ્રન્ટમાં નિયંત્રણો! રાજ્ય સરકાર લઈ શકે છે આ મોટો નિર્ણય, જાણો વિગત

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">