Fact Check: શું સ્ટાર સિમ્બોલવાળી 500 રૂપિયાની નોટ નકલી છે? જાણો સત્ય શું છે
હાલમાં સોશિયલ મીડિયા પર એક વાત સૌ કોઈને પરેશાન કરી રહી છે. અને જેનાથી નાના વર્ગથી લઈને સૌ કોઈ ડરી રહ્યા છે અને આ 500 રુપિયાનો નોટ લેવાનું સ્વીકારતા નથી. કારણ કે સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાય છે કે, આ સ્ટાર વાળી નોટ નકલી છે. તો જાણો શું છે આ સમગ્ર મામલો.
ભારતીય ચલણમાં સ્ટાર સિમ્બોલ ધરાવતી 500 રૂપિયાની નોટની માન્યતા હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર આવી નોટો નકલી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વાયરલ થયેલા દાવાઓને લઈને લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પરંતુ હકીકતમાં આ દાવો ખોટો સાબિત થયો હતો. તેથી જો તમારી પાસે આ પ્રકારની નોટ હોય તો ગભરાવાની જરૂર નથી.
ફેક્ટ ચેકિંગ યૂનિટ પ્રેસ સૂચના બ્યુરોએ સાચું કારણ જણાવ્યું છે. પીઆઈબીએ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. તેનું કહેવું છે કે, આવી નોટો ગણાવનારા ખોટા છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડિસેમ્બર 2016થી ચણલણમાં આવનારી 500 રુપિયાની બેક નોટો પર એક સ્ટારનું ચિન્હ છે.
Do you have a ₹500 note with a star symbol (*)❓
Are you worried it’s fake❓
Fret no more‼️#PIBFactCheck
✔️The message deeming such notes as fake is false!
✔️Star marked(*)₹500 banknotes have been in circulation since December 2016
https://t.co/hNXwYyhPna pic.twitter.com/YAsZo1YJLd
— PIB Fact Check (@PIBFactCheck) December 7, 2023
સ્ટાર ચિન્હવાળી નોટ જાહેર કરવા પાછળનું કારણ
સ્ટાર ચિન્હવાળી નોટોમાં સિરીઝ નંબર વચ્ચે 3 અક્ષરો બાદ સ્ટારનું નિશાન બનેલું હોય છે. સ્ટાર ચિન્હવાળી નોટ જાહેર કરવા પાછળનું કારણ આરબીઆઈનું એક હેતું છે. આ ચલણી નોટો તે ચલણી નોટોના બદલામાં જાહેર કરવામાં આવે છે જે પ્રિન્ટિંગ દરમિયાન બગડે છે અથવા તેમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે.જે પ્રિન્ટીંગ વખતે જ જાણી શકાય છે. આ નોટોની કિંમત અન્ય નોટો જેટલી છે, બેંક તેને કોઈપણ વેરિફિકેશન વગર સ્વીકારશે.
શું આ નોટ નકલી છે
‘PIB ફેક્ટ ચેક’એ ફેક મેસેજ શેર કર્યો અને કહ્યું- શું તમારી પાસે પણ સ્ટાર સિમ્બોલ (*) વાળી નોટ છે? શું આ નકલી છે? ગભરાશો નહીં!! આવી નોટો નકલી હોવાના મેસજ ખોટા છે. આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા ડિસેમ્બર 2016થી નવી રૂ. 500ની બેંક નોટોમાં સ્ટાર સિમ્બોલ (*) ચલણમાં મુકવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, PIB ફેક્ટ ચેક એ ‘પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો’નું ફેક્ટ ચેકિંગ યુનિટ છે.
અંતે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્ટાર ચિહ્ન વાળી નોટ નકલી નથી. તમે પણ આવી ખોટી અફવાઓમાં આવતા નહિ.
આ પણ વાંચો : કોંગ્રેસના સાંસદના ઠેકાણથી દરોડામાં મળ્યા 300 કરોડ, રિકવરી હજી ચાલુ, PM મોદીએ ટ્વિટ કરીને યાદ અપાવી ગેરંટી વાળી વાત