કોંગ્રેસના સાંસદના ઠેકાણથી દરોડામાં મળ્યા 300 કરોડ, રિકવરી હજી ચાલુ, PM મોદીએ ટ્વિટ કરીને યાદ અપાવી ગેરંટી વાળી વાત
આવકવેરા વિભાગે કરચોરીના આરોપમાં દારૂ બનાવતી કંપની પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે સંબલપુર, બોલાંગીર, તિતિલાગઢ, બૌધ, સુંદરગઢ, રાઉરકેલા અને ભુવનેશ્વરમાં દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી છે. આ કંપની કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુની છે.
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના સ્થળો પર રોકડ મળવાની પ્રક્રિયા ચાલુ છે. ધીરજ સાહુ અને તેના સમગ્ર જૂથ પર ઈન્કમ ટેક્સના દરોડામાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને આ આંકડો અટકવાનો નામ લઈ રહ્યો નથી. ઝારખંડ, ઓડિશા અને કોલકાતામાં ધીરજ સાહુના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે ધીરજ સાહુના અડધો ડઝન સ્થળો પર દરોડા પાડ્યા છે.
ઓડિશામાં દારૂનો મોટો બિઝનેસ
આવકવેરા વિભાગે કેશ બોધ ડિલ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ અને કંપની સાથે સંકળાયેલા પરિસરમાંથી આ રોકડ રિકવર કરી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ કરચોરીની શંકાના આધારે બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. કંપનીની ઓફિસના શેલ્ફ અને પથારીમાંથી રોકડ રકમ મળી આવી છે. તમને જણાવી દઈએ કે ધીરજ સાહુના સંબંધીઓનો ઓડિશામાં દારૂનો મોટો બિઝનેસ છે.
CBI તપાસની માગ
દારૂનો વેપાર કરતી કંપનીએ હજુ સુધી દરોડા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઓડિશા એકમે સમગ્ર પ્રકરણની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની માંગ કરી છે. પાર્ટીએ ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી) પાસેથી પણ સ્પષ્ટતા માંગી છે..
ભાજપના પ્રવક્તા મનોજ મહાપાત્રાના પ્રહાર
ભાજપના પ્રવક્તા મનોજ મહાપાત્રાએ ઓડિશાના પશ્ચિમી ક્ષેત્રની એક મહિલા મંત્રીના ફોટો પણ દેખાડ્યા હતા, જેમાં તે દારૂના વેપારીઓમાંના એક સાથે સ્ટેજ શેર કરતી જોવા મળી હતી, જેના પરિસરમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જો કે, બીજેડી ધારાસભ્ય સત્યનારાયણ પ્રધાને ભાજપના આરોપને નકારી કાઢ્યો અને દાવો કર્યો કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ભ્રષ્ટાચારને નફરત કરે છે અને પારદર્શિતામાં વિશ્વાસ રાખે છે.
પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું
ધીરજ સાહુના ઘર પર દરોડા બાદ પીએમ મોદીએ કોંગ્રેસ સાંસદ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જનતા પાસેથી લૂંટવામાં આવેલા પૈસા પરત કરવા પડશે. પીએમ મોદીએ X લખ્યું કે દેશવાસીઓએ આ નોટોના ઢગલા પર નજર નાખવી જોઈએ અને પછી તેમના નેતાઓના પ્રામાણિક ‘ભાષણો’ સાંભળવા જોઈએ… જનતા પાસેથી જે લૂંટાઈ છે તેનો એક-એક પૈસો પાછો મળવો પડશે, આ છે મોદીની ગેરંટી.
આ પણ વાંચો: PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, મેળવ્યા 76 ટકા એપ્રુવલ રેટિંગ