AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખરે નબળુ પડ્યું ચીન, LAC પર પેટ્રોલિંગને લઈને ભારત સાથે કરી સમજૂતી, જાણો અન્ય કયા મુદ્દા પર આવ્યો ઉકેલ

ભારત ચીન સરહદ વિવાદ: ચીન સાથેના સરહદ વિવાદને લઈને, વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદના મુદ્દા પર ભારત અને ચીનના વાટાઘાટકારો છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંપર્કમાં છે. ચીન સાથે ઘણા મુદ્દાઓ ઉકેલાયા છે. પેટ્રોલિંગ પર સહમત થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઓછો થયો છે.

આખરે નબળુ પડ્યું ચીન, LAC પર પેટ્રોલિંગને લઈને ભારત સાથે કરી સમજૂતી, જાણો અન્ય કયા મુદ્દા પર આવ્યો ઉકેલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2024 | 5:12 PM
Share

વિદેશ મંત્રાલયે ચીન સાથે સરહદ વિવાદ પર મોટી માહિતી આપી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ મહત્વની માહિતી આપતા કહ્યું છે કે, પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદના મુદ્દે ભારત અને ચીન વચ્ચે વાટાઘાટકારો છેલ્લા કેટલાક અઠવાડિયાથી એકબીજાના સંપર્કમાં છે. LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે. ચીન સાથે ઘણા મુદ્દાઓ ઉકેલાયા છે. પેટ્રોલિંગ પર સહમત થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઓછો થયો છે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે LAC પર અલગ-અલગ પોઈન્ટ પર પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સૈનિકો પાછા હટી ગયા છે. ચીન સાથેના ઘણા મુદ્દાઓ પણ ઉકેલાયા છે. આ સાથે તેમણે બ્રિક્સ સમિટ વિશે પણ માહિતી આપી હતી. વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કેસ બ્રિક્સમાં સ્થાપક સભ્યોની સાથે નવા સભ્યોને પણ તેમાં સામેલ કરવામાં આવશે.

સમિટમાં બે મુખ્ય સત્રો હશે

બ્રિક્સ સમિટ 22 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ દિવસે નેતાઓ માટે ડિનર હશે. સમિટનો મુખ્ય દિવસ 23 ઓક્ટોબર છે. બે મુખ્ય સત્રો હશે. સવારના સત્ર પછી, સમિટના મુખ્ય વિષય પર બપોરે ખુલ્લું સત્ર થશે. નેતાઓ કાઝાન ઘોષણા પણ અપનાવે તેવી અપેક્ષા છે, જે બ્રિક્સ માટે આગળનો માર્ગ મોકળો કરશે. સમિટ 24 ઓક્ટોબરે સમાપ્ત થશે.

પીએમ ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ કરી શકે છે

ચીન સાથેના સીમા વિવાદ પર આ જાણકારી પીએમ મોદીની બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયન શહેર કઝાન જવાના એક દિવસ પહેલા આવી છે. વડાપ્રધાન સમિટ દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજી શકે છે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટના અવસર પર દ્વિપક્ષીય બેઠક કરશે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયા વતી લડવા ગયેલા કેટલાક ભારતીયોની માહિતી પણ આપી છે. તેમણે કહ્યું કે અમારા દૂતાવાસના અધિકારીઓ આ મામલાને લઈને રશિયન વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે જેમને રશિયન સેનામાં ગેરકાયદે અથવા અન્ય કોઈ રીતે લડવા માટે મોકલવામાં આવ્યા છે. લગભગ 85 લોકો રશિયાથી પરત ફર્યા છે. લગભગ 20 લોકો બાકી છે. અમે તેની મુક્તિ માટે વાત કરી રહ્યા છીએ.

g clip-path="url(#clip0_868_265)">